તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: ‘પ્રભુ ’દહાણું સુધી આવતી મેમુને વાપી સુધી લંબાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: ઓદ્યોગિક નગરી તથા પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણને લઇને વાપી સ્ટેશનનું મહત્વ એકદમ વધી જતું હોય છે. પ્રતિદિન 08થી 10 લાખની આવક રળી આપનાર વાપી સ્ટેશને આમ તો 110થી વધુ ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવ્યા છે આમ છતાં પણ સવારે અને સાંજે ખાસ કરીને નોકરિયાત વર્ગ અને કામદાર માટે ખાસ કોઇ ટ્રેન ન હોવાના કારણે મોટી સમસ્યા ઉદભવતી હોય છે.વાપી રેલ પ્રવાસી એસોસીએશનના નેજા હેઠળ લાંબા સમયથી દહાણું સુધી આવતી મેમુ ટ્રેનને વાપી સુધી લંબાવવી કે પછી વાપથી સુરત પિક અપ અવર્સ દરમિયાન સવાર સાંજે બે મેમુ ટ્રેન દોડાવવા માટે માગણી કરી છે.

હાલમાં વાપી ડેઇલી અપ ડાઉન કરનારા 575 જેટલા એમસટી હોલ્ડરે સહી કરીને એક આવેદન પત્ર કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ તથા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને આપીને દહાણું -વાપી- સુતર મેમુ ટ્રેન દોડાવવા માટે માગણી કરી છે. જો દહાણું - વાપી-સુરત મેમુ ટ્રેન દોડાવવામાં આવે તો વાપી ખાતે ધંધા રોજગાર અર્થે આવનારા હજ્જારો યાત્રીઓને સીધો ફાયદો થઇ શકે એમ છે. બીજી તરફ રેલવે પ્રવાસી એસોસિએસનના જણાવ્યા મુજબ આ મુદ્દે રેલવે મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત કરીને મેમુ ટ્રેનની શા માટે જરૂરિયાત છે એ વિશે પુરતી સમજણ આપી છે.

આખરે અા સમગ્ર મામલો રેલવે બોર્ડમાં લઇ જવાની ખાતરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.અગાઉ રેલપ્રવાસી એસોસીએશનના મેમ્બરોએ ડીઆરએમને મેમુ ટ્રેન કેવી રીતે વાપી સુધી લંબાવી શકાય તેની વિગતવાર અને ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. જોકે, આ વખતે રેલવે મંત્રી સુરેશ પ્રભુને થયેલી રજૂઆતના 45 પેજીસમાં પણ મેમુ ટ્રેનની વાપીવાસીઓને શા માટે જરૂરિયાત છે. તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એસોસીએશનના જણાવ્યા મુજબ વાપીને ટુંક સમયમાં વધારાની મેમુ મળે તેવા અણસાર હાલ જોવા મળી રહ્યા છે.
પાલઘરના MP અને ઉમરગામ ઇન્ડસ્ટ્રિઝ એસો.ની પણ રજૂઆત
હાલમાં મુંબઇ ડિવિઝનના ડીઆરઅેમ મુકુંલ જૈનની ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસન સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યુઆઇએ તરફથી પણ મુંબઇથી અપ ડાઉન કરનારા યાત્રીઓની સુવિધા માટે મેમુ ટ્રેનને દહાણુંથી વાપી સુધી લંબાવવા તથા વાપીથી સુરત સુધી દોડાવવા માટે માગણી થઇ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર પાલઘરના સાંસદ ચિંતામણ વણગારિયાએ પણ રેલવે મંત્રીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી ચુક્યા છે.
દહાણું સુધી ટ્રાફિક નહિ અને વાપીને લાગે
અત્યાર સુધી રેલવે વિભાગ દ્વારા માત્ર વાપી રૂટ ઉપર હેવી ટ્રાફિક હોવાના કારણે આ ટ્રેનની સુવિધા મળી શકે નહીં એવા બહાના બતાવી રહ્યા છે. જો મહારાષ્ટ્રના દહાણું સુધી મેમુ ટ્રેન આવતી શકતી હોય તો વાપી સુધી કેમ નહિં. જયારે વાપીએ સુરત પછી સૌથી બિઝી સ્ટેશન અને આવકની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. જો સાંજે વાપી કે વલસાડથી મેમુ ટ્રેનની સુવિધા મળે તો રોજીંદા યાત્રીઅોના બે કલાક વેડફાતો સમય બચી શકે એમ છે.45 પેજનું આવેદનપત્ર રેલવે મંત્રી સુરેશ પ્રભુને અપાયું છે. - કમલેશ શાહ, મેમ્બર, ડીઆરયુસીસી
વાપી-મુંબઇ અેક બીજાથી જોડાયેલી સિટી
મુંબઇથી વાપી અને વાપીથી મુંબઇ દરરોજ હજ્જારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે જેમાં ખાસ કરીને એમએસટી હોલ્ડરની સંખ્યા સૌથી વધુ છે. આ સંજોગમાં જો વાપીને વધારાની મેમુ ટ્રેન મળે તો યાત્રીઓની સાથે રેલવે તંત્રને પણ ચૌક્કસ ફાયદો થઇ શકે એમ છે. - જીગર કરાણી - મેમ્બર, રેલ પ્રવાસી એસોસિએસન, વાપી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો