રાજપીપળાના વેપારીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળાના રેતીના વેપારીએ  છોટાઉદેપુરના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલાં વેપારી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. બનાવને પગલે વેપારીઓમાં રોષ ફેલાયો હતો. તેમણે વાડીયા ચોકડી પરથી અોવરલોડ 4 હાઇવાને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યાં હતાં. અધિકારીઓએ લાંચ માંગી હોવાનો આરોપ વેપારીએ લગાવ્યો છે.
 
રેતીની ટ્રકની લાંચ નહિ આપતાં ઘટના બની હોવાનો આક્ષેપ
 
છોટાઉદેપુરના ખાણ અને ખનીજ વિભાગે બોડેલીમાં રેતીની લીઝો પર ચેકિંગની કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન રાજપીપલાના રેતીનો વેપારી અજયસિંહ પુવારને પણ બોડેલી રાજપીપલા રોડ પર કેનાલ પાસે અધિકારીઓએ આંતરી માર માર્યો હોવાના આક્ષેપો થઇ રહયાં છે. વેપારી ટ્રક મૂકી રાજપીપલા આવી ગયાં હતાં સિવિલમાં સારવાર કરાવી રહયાં છે.આ ઘટનાથી રેતીના વેપારીઓ રોષે ભરાયા છે અને પોલીસ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા છે અને  અધિકારીએ લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ વડિયા ચોકડી પર  આવતી  ઓવરલોડ રેતીની ટ્રકો ઝડપી પોતે જ પોલીસને સોંપી હતી. 
 
વેપારી સામે ફરિયાદ નોંધાવી છે

ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ દરમ્યાન યોગ્ય સહકાર ન આપતા અમે કાર્યવાહી કરી છે. વેપારી વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસમાં ફરિયાદ પણ કરી છે. > મેહુલ શાહ, અધિકારી, ખાણ-ખનીજ વિભાગ, છોટા ઉદેપુર
 
જવાબદારો સામે કાર્યવાહી કરો

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ પર મહેરબાન છે.મારી પાસે લાંચ માંગી પણ મેં ના આપી એટલે મને માર મારવામાં આવ્યો  છે. જોકે તેઓ કેસ અથવા દંડ કરી શકે છે પણ મારવાનો તેમને કોઈ અધિકાર નથી. જવાબદારો સામે કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. > અજયસિંહ પુવાર, રેતીના વેપારી, રાજપીપળા
અન્ય સમાચારો પણ છે...