તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના વડા પ્રધાન NRI થઈ ભારતમાં ઓછા અને વિદેશોમાં વધુ રહે છે: મેઘા પાટકર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી તમામ ડેમ અને તેના વિસ્થાપિતોની દશા ખૂબ બગડી હોવાનો આક્ષેપ નર્મદા બચાવ આંદોલનનાં પ્રણેતા મેધા પાટકરે કેવડિયામાં સભામાં કર્યો હતો. સોમવારે આંદોલનનાં ચોથા દિવસે મેધા પાટકર અાવવાની જાણ થતાં વહેલી સવારથી અસરગ્રસ્તો કેવડિયા ખાતે ઉમટવાનાં શરૂ થઇ ગયાં હતાં. હજારો અસરગ્રસ્તોની ઉપસ્થિતિ વચ્ચે મેધા પાટકરે સતત 2.30 કલાક સુધી સભા સંબોધી હતી. જેમાં ઉપરવાસ અને નીચાણવાસમાં પણ ડેમને કારણે વર્તાઇ રહેલી પ્રતિકૂળ અસરો પર તેઓએ પ્રકાશ પાડી ગુજરાતની પ્રજાને જાગૃત થવા હાકલ કરી હતી.
મેધા પાટકર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર પર આકરા પ્રહારો

મેધા પાટકરે સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલો પુન:વસન અંગે ખોટી માહિતી રજૂ કરતા હોવાની પણ કેફિયત રજૂ કરી હતી. સરકારે જવાબ આપવો પડશે કેમ કે, આ યોજનામાં 14000 પરિવારોએ જમીન આપી છે અને હજી તેમના પુન:વસનની સાથે સાથે તેમને આપેલી જમીન ઓછીવત્તી તથા સિંચાઈની સુવિધા વગરની છે.
1500થી વધુ અસરગ્રસ્તો 24 કલાકના ઉપવાસ આંદોલન

આજે ચોથા દિવસે ત્રણ રાજ્યોના 1500થી વધુ અસરગ્રસ્તો 24 કલાકના ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. ખેડૂત કેનાલોમાંથી પાણી ખેંચે તો તેને ચોર ગણી જેલમાં પુરાય છે. જ્યારે ઉદ્યોગોને રોજનાં લાખો લિટર પાણી ચોરી કરવાની છૂટ આપી દેવાઇ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આદિવાસી ગરીબોએ પોતાની જમીનો ગુમાવી છે ત્યારે ડેમ ઊભો થયો છે. જેના પર અમારો સીધો હક્ક છે. ભરૂચ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ કેવડિયા આવીને આ હક્કની લડાઈ માટે જોડાવા તેમણે આહ્વાન કર્યું હતું.
નર્મદા ડેમના કારણે ગુજરાતમાં ભૂકંપ આવતાં હોવાનો આક્ષેપ

ગુજરાતમાં આવેલા 4.7 ની તિવ્રતાનાં ભૂકંપ પાછળ નર્મદા ડેમ જવાબદાર હોવાનું તથા ભૂકંપનું કેન્દ્ર સરદાર સરોવર નર્મદાથી નીકળેલી ફોલ્ટ લાઇન હોવાનો આક્ષેપ મેઘા પાટકરે કર્યો છે. નર્મદા ડેમનાં પાયામાં 2.15 લાખ ઘનમીટર પથ્થરોનું ખોદકામ, 2.56 લાખ ઘનમીટર કોંક્રીટ અને 53,000 ટન સિમેંટ નાખી, ડેમ નીચે 18 મીટર ઊંડાણમાં ફાઉન્ડેશન બનાવવુ પડયું છે.જેના કારણે ડેમથી પર્યાવરણીય અસરો જેવી કે દરીયાનું નદીમાં ઘૂસી જવુ, ભૂકંપનો ખતરો, ખેતી, લોકઆરોગ્ય અને જીવનધોરણ સહિતની સમસ્યાં સર્જાઇ રહી છે. કચ્છ અને ગુજરાતમાં વર્ષ 2001 માં આવેલો ભૂકંપનું એપી સેન્ટર નર્મદા ડેમની નજીક જ હતું તેમ તેમણે ઉમેર્યું હતું.
નર્મદા ડેમના કારણે ગુજરાતમાં ભૂકંપ આવતાં હોવાનો આક્ષેપ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો