તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટ વાપસી મોદી માટે ઘર વાપસી બનશે, હવે ચેકમાં લાંચ લેવાશે: મેઘા પાટકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયા: વડાપ્રધાન નરેન્દ મોદીએ 500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરી છે પરંતુ નોટવાપસીનો તેમનો નિર્ણય તેમના માટે ઘરવાપસી બની રહેશે. નોટો રદ કરવાથી ભ્રષ્ટાચાર દુર થવાનો નથી હવે લાંચિયાઓ કેશના બદલે ચેકમાં લાંચ લેશે તેમ નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકરે જણાવ્યું છે.

લાંચિયાઓ હવે કેશના બદલે ચેકથી નાણા લેશે

કેવડિયામાં 125થી વધુ દિવસથી ઉપવાસ પર બેઠેલા વિસ્થાપિતોની આજે નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકરે મુલાકાત લીધી હતી અને સરકાર પર પ્રહારો કર્યા હતા. દેશમાં હવે ગરીબી રેખા કરવાની નહિ પરંતુ અમીરી રેખા નક્કી કરવાનો સમય આવી ગયો છે અને નોટ બંધીના કારણે લાંચિયા ચેકથી પણ લાંચ લેતા થઇ જશે. દેશમાં મોદી સરકારે 500ને 1000ની નોટ બંધ કરી તો લાંચિયા હવે ચેકથી લાંચ લઇ રહયાં છે. નોટબંધીની દેશના 93 ટકા લોકો પરેશાન થયા છે પરંતુ લાંબી લાઈનોમાં કોઈ ઉદ્યોગપતિ કે અમીર કે નેતાઓ જોવા મળ્યા નથી. જે બતાવે છે કે આ બધાંને ખબર પહેલાથી જ હતી. નોટ વાપસી મોદી વાપસી બનશે તેમ તેમણે કહ્યું હતું.
તસવીર જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...