તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા: શિક્ષણનું સ્તર સુધારવા સીડીથી શિક્ષણ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજયમાં બોર્ડ પરીક્ષામાં નર્મદા જિલ્લાનું પરિણામ સૌથી નીચું રહેતાં શિક્ષણની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે. આવા સંજોગોમાં શિક્ષણનું સ્તર ઉંચું લાવવા નવતર પ્રયાસના ભાગરૂપે હવે શાળાઓમાં એનિમેટેડ સીડીથી શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો છે. આ એનિમેેટેડ સીડીનું રાજયના વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. નર્મદા જિલ્લા માં તો છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડ નું પરિણામ ઘણું ઓછું આવે છે.
સામાજીક વિજ્ઞાનની સીડીનું વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે વિમોચન
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહયાં છે પણ સફળતા મળતી નથી. આ પ્રયાસોને પરિણામસભર બનાવવા માટે નાયબ નિયામક અને તાલીમ ભવન ના પ્રાચાર્ય એમ. જી. શેખ અને તેમની ટીમ સાથે વિવિધ શાળાઓના આચાર્યો અને વિષય શિક્ષકો ના સહકાર થી ધોરણ 1 થી 10 સુધી ની એનિમેશન સીડી બનાવી છે. જેનું વિમોચન આદિજાતિ અને વન મંત્રી શબ્દ શરણ તડવી ના હસ્તે કરવામાં આવ્યું જેની સાથે કમલાકર મહારાજ, પ્રાચાર્ય એમ જી શેખ, ગરુડેશ્વર તાલુકા પ્રમુખ લલીતાબેન શેખ ભારતીબેન તડવી, શારદાબેન તડવી આચાર્ય દેવરાજ સિંહ ખેર સહીત ના આગેવાનો હાજર રહયાં હતાં. આગામી દિવસોમાં આ સીડીને જિલ્લાની તમામ શાળાઓને આપવામાં આવશે.
( તસવીર- પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો