તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંવરપુરાને સ્વતંત્ર દરજ્જો આપવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું જુના કુંવરપુરા ગામ શહેરી વિસ્તાર રાજપીપળાથી માત્ર 2 કિમી દૂર આવેલું ગામ છે .જે આઝાદીના 69 વર્ષ પછી આજે પણ વિકાસથી વંચિત છે. કુંવરપુરા ગામના ગ્રામજનો તથા નાંદોદ તાલુકાના પંચાયતના પ્રમુખ જતીન વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારી, કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમની સાથે અશોક વસાવા, વિજય વસાવા, મનોજ વસાવા સહિતના આગેવાનો મળી રેવન્યુ દરજ્જો આપવાની માંગ કરી હતી.
- કુંવરપુરાને સ્વતંત્ર દરજ્જો આપવા રજૂઆત
- 800 લોકોના નામ રેવન્યુ રેકર્ડમાંથી ભુંસાયા:ચૂંટણી કાર્ડ છે પણ હજી મતદાનનો અધિકાર પણ નથી
- 15 દિવસમાં ઉકેલ ન આવે તો ગ્રામજનોની પ્રાંત કચેરીની સામે આમરણાંત ઉપવાસની ચીમકી

જો 15 દિવસમાં નિકાલ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી આપી હતી.નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામને મહેસૂલી ગામ જાહેર કરવા તથા સ્વતંત્ર પંચાયત જાહેર કરવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આ કોકડું વર્ષોથી વણ ઉકેલ્યે પડ્યું છે.પરંતુ આજદિન સુધી સંબધિત કચેરીથી આ માટે કોઇ કાર્યવાહી કરાઇ નથી. કુંવરપુરા ગામને આઝાદીના 69 વર્ષ પછી સરકારના લાભો મળતા નથી. તેથી આ ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આટલા વર્ષો થયા થયા છતાં તેમને ગ્રામપંચાયત કે નગરપાલિકામાં મતદાનનો અધિકાર નથી.

દાખલા મળતા નથી કોઈ આવાસો મળતા નથી. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ કાર્યવાહી થઇ ન હોવાથી ગ્રામજનોએ આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગામને મહેસૂલી ગામ અને સ્વતંત્ર પંચાયતનો દરજજો નહી મળે અને 15 દિવસમાં કોઇ કાર્યવાહી નહિ થાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.
હજી પણ મતાધિકાર મળ્યો નથી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...