GSTના વિરોધમાં રાજપીપળા કાપડ એસોસિએશન દ્વારા સજ્જડ બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા : સમગ્ર ગુજરાતભરમાં GST નો કાપડ એસોસિએશન દ્વારા જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે.ત્યારે રાજપીપળા કાપડ એસોસિએશન દ્વારા પણ મંગળવારે વિરોધ કરવામાં આવ્યો હતો.રાજપીપળાના કાપડ એસોસિએશન દ્વારા દુકાનો સજ્જડ બંધ રાખીને બાઈક રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.કલેક્ટરને આવેદનપત્ર આપતી વેળાએ રાજપીપળા કાપડ એસોસિશનના પ્રમુખ સલીમ મેમણ,મંત્રી તુલસી જૈન,ખજાનચી સાધ જૈન સહિત કાપડના મોટા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું હતું.
     
GST ના વિરોધ મામલે રાજપીપળા કાપડ એસોસિશનના પ્રમુખ સલીમ મેમણે જણાવ્યું હતું કે દેશમાં નોટબંધી બાદ કાપડ ઉદ્યોગ પર જેવો માર પડ્યો હતો તેવો જ માર GST લાગુ થવાથી પડશે. કાપડ ઉદ્યોગ પર GST ટેક્સ લાડવાનો સરકારનો નિર્ણય ગેરકાયદેસર,બિનવ્યવહારુ અને અયોગ્ય છે.આ ટેક્ષથી વેપારીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે.જયારે મંત્રી તુલસી જૈન ના મત મુજબ પેહલા કાપડ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહતો ત્યારે અચાનક કાપડ ઉપર મોટો ટેક્સ નાખવામાં આવ્યો છે ઉપરાંત GST નું માળખું ઘુચવણ ભર્યું છે,જે નાના વેપારીઓ સમજી શક્યા નથી,એનો સરળ નિકાલ આવવો જોઈએ.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો