કરજણ ડેમના ચાર ગેટ ખોલાયા, નદી બે કાંઠે વહેતી થઈ, ગામોને કરાયા એલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જીલ્લામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે નવા નીર ઉમેરાતા હાલ 60 ટકા જેટલું જળ સ્તર ઉચે આવ્યું છે. અને ડેમમાં હાલ 325 મીલીયન ક્યુબીક મીટર જેટલું પાણી છે. ભારે વરસાદને પગલે જળ સપાટી ઊંચી આવતા કરજણ ડેમનું રુલ લેવલ 107.01થી પણ સપાટી વધીને 108.40 પર પહોંચી છે. જેને કારણે કરજણ સત્તાધીસોને પાણી છોડવાની ફરજ પડી ગત રોજ 4 ગેટ 2 મીટર ખોલી ને 24000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે હાલ વધારી 31400 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે અને જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. અને જેના કારણે કાંઠાના ગામો સાબદા કરી દેવામાં આવ્યા છે.

- કરજણ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાતા 4 ગેટ ખોલી 31400 ક્યુસેક પાણી વધુ છોડ્યું
- કરજણ ડેમમાં નવા પાણીની આવક સાથે 108.40 મીટરે સપાટી પહોચી હજુ રુલ લેવલ ઉપર હોય પાણી છોડાઈ રહ્યું છે.
- કરજણ નદી બે કાંઠે વહેતા રાજપીપળા, ભદામ, હજરપુરા, ભચરવાડા,ધનપોર, ધમણાચા સહિતના 6 ગામોને એલર્ટ કરાયા

કરજણ બંધમાંથી 31400 ક્યુસેક પાણી છોડતા નદી બે કાંઠે વહેતા રાજપીપળાના કોળી વાળ કુંભારવાડ સહીત ભદામ, હજરપુરા, ભચરવાડા, ધનપોર, ધમણાચા ગામોના સાબદા કરી સુચના આપવામાં આવી છે. જોકે કોઈ ચિંતા જેવું નથી તેવું વહીવટી તંત્ર કહી રહ્યું છે.

નીચાણવાળા વિસ્તારમાં કોઈ ચિંતા જેવું નથી

રુલ લેવલ મેન્ટેન કરવા માટે અમે સપાટી પર વોચ કરી રહ્યા છે અને જરૂર પડ્યે પાણી છોડી રહ્યા છે. અને હાલ પણ રુલ લેવલથી 2 મીટર ઉપર સપાટી હોય 31400 ક્યુસેક પાણી છોડી રહ્યા છે જેમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ ચિંતા જેવું નથી બધું સુરક્ષિત છે.
અન્ય સમાચારો પણ છે...