જો દરવાજા ન હોત તો ડેમ 0.20 મીટરથી ઓવરફલો થઇ રહયો હોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયા: કેવડીયા સ્થિત નર્મદા ડેમની સપાટી 122.12 મીટરે પહોંચી છે. હાલ જો ડેમ ખાતે 30 દરવાજા ન લગાવાયાં હોત તો ડેમને ઓવરફલો થતાં નિહાળી શકાયો હોત. દરવાજા લાગતા પહેલાં ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર હતી. 121.92 મીટરની સપાટી બાદ ડેમ ઓવરફલો થતો હતો પણ હવે નદી દરવાજામાં કેદ થઇ ચુકી હોવાથી સહેલાણીઓ ઓવરફલો થતાં ડેમના નજારાને માણી શકશે નહિ. આરબીપીએચનું એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું છે.

નર્મદા ડેમની હાલની સપાટી 122.12 મીટરે પહોંચી છે

સરદાર સરોવર નર્મદા બંધના કેચમેંટ વિસ્તારમાંથી પાણીની આવક 5362 ક્યુસેક થઇ રહી છે અને આવકમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે.ડેમની જળસપાટી 122.12 મિટરે પહોચતા જળવિદ્યુત મથકો ધમધમી ઉઠ્યાં સવારે 5 નંબર નું ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.નર્મદા બંધ 31 ઓગષ્ટ સુધીમાં 134.50 મીટર જેટલો ભરવાનો છે. હાલ પાણી ની આવક ઓછી હોવાને કારણે 31 જુલાઈના રુલ લેવલ સુધી બંધની જળ સપાટી પહોંચી છે ત્યારે પાવર હાઉસો ધમધમતા થયા એટલે હવે પાણી ની સપાટી ઘટશે.

આગળ વધુ વાંચો: દરવાજા બાદ સપાટી 138.50 મીટર થઇ
 
અન્ય સમાચારો પણ છે...