ધમણાચાના શુકદેવજી મહારાજના મંદિરના ખસ્તા હાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા:  નાંદોદ તાલુકાના ધમચાણા ગામમાં દેશનું એકમાત્ર અને 300 વર્ષ જુનું શુકદેવજી વ્યાસ મહારાજનું મંદિર આવેલું છે. મંદિરની હાલ જર્જરિત હાલતં હોવા છતા રીનોવેશનની કામગીરી થતી ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.એક માન્યતા અનુસાર ધમણાચા ગામમાં  જ્યા કરગંગા અને નર્મદા મૈયાનું સંગમ સ્થાન છે. ત્યાં બેસી મહર્શી વ્યાસે મહાભારત, શ્રીમદ ભાગવદ સહિત અનેક મહા પુસ્તકો લાખ્યા હતા. હાલ નદી કાઠે બનેલા ઘાટના ખસ્તા હાલ છે અને મંદિર તરફ નદીના પાણીથી ધોવાણ થઇ રહયું છે. 
 
સંરક્ષણ દિવાલના અભાવે નદીના પાણીથી થતું ધોવાણ
 
સંરક્ષણ દિવાલના બનાવાય તો મંદિરનું અસ્તિત્વ જોખમાઇ તેમ છે. જેથી ગામલોકોએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરતા તેમણે શુકદેવજી મંદીરની મુલકાત લીધી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મંદિરની સ્થિતિ બાબતે   પ્રવાસન મંત્રી મહેશ શર્મા સાથે મુલાકાત કરી હતી. તેમજ આવનાર દિવસોમાં આ સ્થળના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરી પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે. અને આ બાબતે  છોટાઉદેપુર સાંસદ રામસિંગ રાઠવાને સાથે ચર્ચા કરી છે. આગામી દિવસોમાં મંદિરના રીનોવેશનની કામગીરી કરાશે.
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...