તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળાના રોહિતવાસમાં મૃત ગાયને દાટવા મુદ્દે વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળાના રોહિતવાસ વિસ્તારમાં મૃત ગાયને દાટવા માટે ગયેલાં બજરંગદળના કાર્યકરો અને સ્થાનિક રહિશો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગાયને દાટવા ગયેલાં કાર્યકરો મહિલાઓ વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. વિવાદ બાદ મૃત ગાયના અન્ય સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
બજરંગદળના કાર્યકરોને અટકાવતાં મામલો બિચકયો
સૌરાષ્ટ્રના ઉનામાં મૃત પશુઓના ચામડા ઉતારી રહેલાં ચાર દલિત યુવાનોને માર મારવાની ઘટનાના દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે તેવામાં રાજપીપળામાં ગુરૂવારે દલિત સમાજની બહુલ વસતિ ધરાવતાં રોહિતવાસમાં મૃત ગાયને દાટવા માટે આવેલાં બજરંગદળના કાર્યકરો અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. દલિત સમાજ અને સંગઠનના કાર્યકરો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થતાં વાતાવરણ તંગ બની જતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં બજરંગદળના કાર્યકરોએ ગાયને અન્ય સ્થળે દાટવાનો નિર્ણય લેતાં મામલો થાળે પડયો હતો.
મૃત ગાયને આખરે અન્ય સ્થળે અંતિમ સંસ્કાર કરાયાં
બજરંગદળના કાર્યકરો મૃત ગાયને દાટવા રાજપીપળાના દલિત સમાજની બહુલ વસતિ ધરાવતાં રોહિતવાસ વિસ્તારમાં આવ્યાં હતાં. ગાયને દાટવા યુવાનો આવ્યાં હોવાની જાણ થતાં લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યાં હતાં. મહિલાઓએ મૃત ગાયને તેમના વિસ્તારમાં દાટવા સામે વિરોધ નોંધાવતાં બંને પક્ષે બોલાચાલી થઇ હતી. રાજયમાં એક તરફ ગાયના મુદ્દે વિવાદ ચાલી રહયો છે તેવામાં રાજપીપળામાં પરિસ્થિતિ વણસે તેવો માહોલ ઉભો થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી મનોહરસિંહ જાડેજા, ટાઉન પીઆઇ અશોક કાટકડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમણે બંને પક્ષોને સમજાવીને ગાયને અન્ય સ્થળે દાટવા માટે બજરંગદળના કાર્યકરોને સંમત કરી લેતાં મામલો થાળે પડયો હતો.
સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે
રાજપીપળામાં ગાયનું મોત થતાં તેને પાલિકાના સહયોગથી રોહિતવાસની પાછળના ભાગે દાટવા લઇ ગયાં હતાં. આ સમયે મહિલાઓએ આવીને ગાયને દાટવા સામે વિરોધ કર્યો હતો. રહિશોએ તેમના વિસ્તારમાં ગંદકી નહિ કરવા જણાવતાં અમે ગાયને અન્ય સ્થળે દાટી દીધી છે. હાલ વિવાદ કે સમસ્યા નથી. - રાજેન્દ્રસિંહ કાઠવાડીયા, પ્રમુખ, બજરંગદળ, નર્મદા
આખા ગામનો કચરો નાખવામાં આવે છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો