તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડી સ્વામી નિર્મલાનંદજીનો નર્મદા જિલ્લામાં શિક્ષણ સેવા યજ્ઞ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: સિદ્ધપુર પાટણના દંડી સ્વામી નિર્મલાનંદ તીર્થ M.com, LLBનો અભ્યાસ કરી સન્યાસ લઇ લીધા બાદમાં અથર્વવેદમાં Ph.D કરી સમાજ ઉપયોગી કાર્ય કરે છે. 87 વર્ષની જૈફ વયે આદિવાસી વિસ્તારોમાં ફરી બાળકોને શિક્ષણ આપે છે.
- દંડી સ્વામી નિર્મલાનંદજીનો નર્મદા જિલ્લામાં શિક્ષણ સેવા યજ્ઞ
- અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારોમાં ફરીને પોતાનું જ્ઞાન વહેંચવા નર્મદા જિલ્લાની શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે
- દંડી સ્વામીએ M.com, LLB કરી સન્યાસ લઇ અથર્વવેદમાં PhD કર્યું છે
હાલ નર્મદા જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી સહતિના તમામ વિષયો શીખવે છે. કેવી રીતે ઝડપથી યાદ રખાય જે પદ્ધતિ પણ શીખવે છે .આમ તેઓ પોતાની તમામ શક્તિઓ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચે છે.નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોય આ સમાજમાં હજુ પણ શિક્ષણ પ્રત્યે જે જાગૃતતા આવવી જોઈએ. જે આવી નથી.પોતાના બાળકને ઉચું શિક્ષણ ભણાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરતો નથી. ધોરણ 8 થી 10 ભણ્યા બસ છે. જેથી આ વિસ્તારોમાં ફરજિયાત બાળકોને ભણાવો એવો બોધપાઠ આપે છે.શાળાઓમાં જઈને મફત શિક્ષણ કોઈ પણ અપેક્ષા વગર આપે છે. જેમની ઈચ્છા જો કોઈ મદદ કરે તો આદિવાસી વિસ્તારમાં સંસ્કૃત પાઠ શાળા શરૂ કરવાની છે.

આગળ વાંચો, મહા ગુરુઓના જીવન ચરિત્રના વાંચન બાદ આધ્યાત્મિક જીવન પ્રત્યે પ્રેરણા અને જીવનમાં બ્રહ્મ જ્ઞાનની જીજ્ઞાશાને કારણે સંન્યાસ લીધો હતો
અન્ય સમાચારો પણ છે...