તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શારીરિક સબંધ ન બાંધે તો નોકરીમાંથી કાઢી મુકીશ, BJP જિલ્લા મહામંત્રીની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: ગરુડેશ્વર તાલુકાના એક ગામની આંગણવાડી મહિલા કાર્યકરે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી જયંતી ગોવિંદ તડવી (શાકવા) વિરુદ્ધ આંગણવાડીના મકાનમાં વાતચીત કરવાના બહાને અંદરના રૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાના પગલે ભાજપે હાલ મહામંત્રી પદેથી તેઓનું રાજીનામુ લઇ લીધું છે.
 
છેલ્લા 12 મહિનાથી દુષ્કર્મ કર્યાનો પીડીતાનો આરોપ
 
આંગણવાડી મહિલા કાર્યકરે નોંધાવેલી ફરિયાદ મુજબ તે પોતાની ફરજ ઉપર હાજર હતી તે વખતે આજથી આશરે એકાદ વર્ષ પહેલા બપોરના ત્રણેક વાગ્યાના સુમારેથી આજથી એકાદ મહીના અગાઉ સુધી તેની સાથે આંગણવાડીના બાંધકામ બાબતે વાતચીત કરવાના બહાને જયંતી ગોવિંદ તડવી (શાકવા) આંગણવાડીના અંદરના રૂમમાં લઇ જતો હતો. એકલતાનો લાભ લઇ મહીલાને ધમકાવી ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. બાદ અવારનવાર આ જ કૃત્ય કર્યું હતું.અને જો આ બાબતે કોઇને જાણ કરીશ તો તને નોકરીમાંથી કઢાવી મુકીશ અને તારા પતિને ખોટા કેસમાં જેલમાં પુરાવી દઇશ તેવી ધમકી આપી હતી.જિલ્લા ભાજપ મહામંત્રી વિરુદ્ધની આ ફરિયાદથી ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. ગરૂડેશ્વર પોલીસે ભાજપના મહામંત્રી જયંતિ તડવી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
 
નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી

મારુ આંગણ વાડીનું મકાન બનાવી આપીશ કહી પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી જો મારી સાથે શારીરીક સંબંધ નહી બાંધે તો નોકરીમાથી કઢાવી મુકવાની ધમકી આપી હતી. 12 મહિના ઉપરાંતથી શોષણ કરતો હતો.નેતાઓ સત્તાનો દુરઉપયોગ કરીને મહિલાઓનું શોષણ ના કરે એ માટે  ફરીયાદ કરી છે. - પીડીત મહીલા
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
આગળ વાંચો, આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ


અન્ય સમાચારો પણ છે...