તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજરપુરમાં ભાજપે મત માંગવા આવવું નહિ ના બેનર્સ લાગ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા: નાંદોદ તાલુકાના હજરપુરમાં ભાજપે મત માંગવા આવવું નહિ તેવા બેનર્સ લાગ્યાં છે. પાટીદારોએ લગાવી 144ની કલમ લગાવતાં ભાજપ કફોડી સ્થિતિમાં મુકાયું છે. ભાજપનો કોઇ પણ આગેવાન કે કાર્યકર ગામમાં ફરકશે તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે તેમ જણાવાયું છે.


- પાટીદારોનું અનામત અંગેનું આંદોલન ફરીથી સક્રિય બન્યું
- પાટીદારોની વસતી ધરાવતાં ગામમાં ભાજપની હાલત કફોડી


હજરપુરા ગામે પાટીદાર આંદોલન ફરી સક્રિય બન્યું અને ગામમાં  ભાજપા માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે. ભાજપા ના કોઈપણ કાર્યકરે પ્રવેશવું નહિ જો પ્રવેશ કરશે  તો તેમની જવાબદારી હોવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાટીદારોની બહુમતી ધરાવતા ગામમાં ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા છે. અમારા ગામમાં ભાજપ વિરુદ્ધ 144ની કલમ લાગી છે.


અમારા ગામમાં કોઈ પણ ભાજપના કાર્યકરે મતની ભીખ માંગવા આવવું નહીં બાકી કાઈ પણ થશે એની જવાબદારી તેમની રહેશે એમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીનો ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે ત્યારે પાટીદારો વસતી ધરાવતાં હજરપુરા ગામના મતો નિર્ણાયક બનશે.

અન્ય સમાચારો પણ છે...