તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુદાણ બારોબાર વેચી દેવાનું કૌભાંડ, 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: વડોદરા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી ( બરોડા ડેરી) તરફથી દુધ મંડળીને અપાતાં પશુદાણાઓને પશુપાલકો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ડેરીની ટીમે શંકાસ્પદ ટેમ્પોનો પીછો કરતાં ડ્રાયવર નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામ નજીક ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. ટીમની તપાસમાં સંખેડા તાલુકાના કાઠોલી અને સંધરા ગામની દુધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓની સંડોવણી બહાર આવતાં 4 આરોપીઓ વિરૂધ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નર્મદા જિલ્લાના ગોપાલપુરાથી નજીક ટેમ્પો મુકી ફરાર
વડોદરાના સુભાનપુરા મુજાલ પાર્ક સોસાયટી મકાનનં 11 માં રહેતા અને વડોદરા ડેરીમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે સંખેડા તાલુકાના કાઠોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ સુતરીયા અને સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રાજેશ બારીયા, સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અશ્વીન બારીયાએ ઇટોલા સરકારી મંડળીમાં આપવામાં માટે પશુદાણાની બેગો મોકલાવી હતી.

ડેરી તરફથી આપવામાં આવેલી 100 ગુણો પૈકી 38,450 રૂપિયાના મુલ્યની 50 ગુણો તેમજ સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખને મોકલવામાં આવેલી દાણાની 76,900 રૂપિયાની કિમંતની ગુણ નંગ-100 પોતાના અંગત ફાયદા સારૂ વડોદરા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધના કાર્યક્ષેત્રમાં બહાર આઇસર ગાડીમાં ભરી આપી હતી. આ બાબતની જાણ ડેરીના કર્મચારીઓને થતાં તેમણે આઇસર ગાડીનો પીછો કર્યો હતો.

આઇશર ટેમ્પોનો ડ્રાયવર નર્મદા જિલ્લાના રાજપીપલા નજીક ગોપાલપુરા ગામે લઇ જતા બરોડા ડેરીના દાણા ભરેલી 57,675 રૂપિયાની કિમંતની ગુણ નંગ 75 તથા 10 લાખ રૂપિયાની કિમંતનો આયશર ટેમ્પો મળી કુલ 10,57,675 ના મુદ્દામાલ છોડી નાસી ગયો હતો. ટેમ્પોમાં ભરેલી પશુદાણાની 75 બેગ ગાયબ હોવાથી તેને સગેવગે કરી દેવામાં આવી છે. દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના સંચાલકોએ એકબીજાના મેળાપીપણાથી વડોદરા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધને આર્થીક નુકસાન પહોંચાડયું છે. ડેરીના કર્મચારીની ફરિયાદને આધારે પોલીસે બંને મંડળીના 3 હોદ્દેદારો તથા અન્ય એક મળી કુલ 4 આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ 409, 420, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોપાલપુરા ગામમાં તપાસ કરી રહયાં છે

દાણાની બેગ ભરેલો ટેમ્પો ગોપાલપુરા ગામ નજીકથી ઝડપાયો છે. દાણાની 75 બેગ ગાયબ હોવાનું બહાર આવ્યું છે અને આ બેગ ગોપાલપુરા ગામમાં હોવાનું ડેરીએ જણાવતાં ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. - એસ.એફ શેખ, પીએસઆઇ, રાજપીપલા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો