સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેલી ઓફ ફલાવરના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ સુંદરલાલનો

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના સુંદરલાલને કેવડિયામાં પાંચ વર્ષનો કોન્ટ્રાકટ મળ્યો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 17, 2018, 04:23 AM
ફૂડ કોર્ટમાં ભોજનનો લુફ્ત ઉઠા
ફૂડ કોર્ટમાં ભોજનનો લુફ્ત ઉઠા

કેવડીયા: તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલના સુંદરલાલને કેવડીયામાં વેલી ઓફ ફલાવરના મેઇટેનન્સનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ મળ્યો છે. ફૂડ કોર્ટ પર અન્ય લોકોની જેમ ભોજનની મજા માણી રહેલા અા કલાકારને પહેલા તો કોઇ ઓળખી શકયું ન હતું પણ બાદમાં અોળખ થતાં તેની સાથે સેલ્ફી લેવા પડાપડી થઇ હતી. તેમણે પોતે બટર ફલાય ગાર્ડનની સજાવટ કરી છે. જે પ્રવાસીઓમાં આર્કષણ જમાવી રહી છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્માં ફેમ સુંદર લાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફ્લાવર ઓફ વેલીનું કામ જાતે તથા તેની ટીમ દ્વારા કર્યું અને જે કન્ટ્રાક્ટ તેણે ટેન્ડર ભરીને લીધો હતો. અંદાજિત 50 લાખનું કામ હતું. ટેલિવિઝન પર સૌને હસાવતો દયાભાભીનો લાડકો વીરો સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીમાં જાડાયો છે.બેઠક વ્યવસ્થાથી લઇ ફ્લાવર ઓફ વેલીની કામગીરી સુંદરલાલે જાતે કરી છે. ડેમ પર આવેલ ફૂડ કોર્ટ પર પકોડા અને પાઉંભાજી, સેવ સળ ખાઈને એક સામાન્ય માનવીની જેમ રહી રહયો છે.ફૂડકોર્ટ પર જયારે એ નાસ્તો કરતો હતો ત્યારે ત્યાંના સ્થાનિક તુષાર પટેલે તેને ઓળખી જેને આવકારી જેમની સાથે નાસ્તો કર્યો હતો. જે જે જોઈ પછી અન્ય પ્રવાસીઓએ પણ ફોટોગ્રાફી કરી સેલ્ફી પડાવી હતી. પાંચ વર્ષનો કોન્ટ્રાકટ હોવાથી તેઓ અવારનવાર કેવડીયા આવતાં રહેશે.

X
ફૂડ કોર્ટમાં ભોજનનો લુફ્ત ઉઠાફૂડ કોર્ટમાં ભોજનનો લુફ્ત ઉઠા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App