વેકેશન દરમિયાન કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ધસારો, ટેન્ટ સિટીના 70 ટકા ટેન્ટ બુક

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 04:29 AM
Tourists heavy rush to see the Statue of Unity, 70 percent of Trent City's Tent Book

કેવડિયા: કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ 70 ટકા ટેન્ટ બુક કરાવી દીધાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જેથી આ ત્રણ દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલાથી એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે. નર્મદા ડેમ વિસ્તારોમાં અંદર તળાવ 3 પાસે અને તળાવ 4 પાસે બે ટેન્ટ સીટી છે ટેન્ટ સીટીના સંચાલકને પણ ખાસ ચેકિંગ અને આવનાર પ્રવાસીઓની આઈડેન્ટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.


X
Tourists heavy rush to see the Statue of Unity, 70 percent of Trent City's Tent Book
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App