કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પણ પ્રવાસીઓને પાણીના વલખા

શ્રમજીવીઓ માટે મુકેલી પાણીની ટાંકીમાંથી પાણી પીવાની પડતી ફરજ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 12:29 AM
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં

કેવડીયા: કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સ્થળે પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતું હતું ત્યારે શ્રમજીવીઓ માટે મુકાયેલી ટાંકીઓમાંથી પાણી પીવા પ્રવાસીઓ મજબુર બન્યાં છે.

સ્ટે્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે રોજના 3 હજારથી વધુ પ્રવાસીઓની આવક ચાલુ થઇ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે નર્મદા નિગમ કે સરદાર પટેલ સ્મારક સમિતિ દ્વારા પીવાના પાણી ની કોઈ સુવિધા કરવામાં આવી નથી જેથી પ્રવાસીઓ બહાર મુકેલી ટાંકીમાંથી પીવાનું પાણી ભારે છે. સરકાર 350 જેટલી ઉંચી રકમ પ્રવસીઓ પાસેથી વસુલે છે છતાં પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહયો છે.

જે સમયે સ્ટેચ્યુ બનતું હતું તે સમયે મજૂરો માટે પાણી પીવા માટે જે ટાંકી મૂકી રાખી હતી તે ટાંકી હજુ પ્રવાસીઓ માટે મૂકી રાખી છે, કરોડના ખર્ચે બનાવેલ આ વિરાટ કાય પ્રતિમા જોવા હાલ દેશ વિદેશમાંથી લોક આવે છે.પણ આ ટાંકી અને જેની આજુબાજુ માં થયેલી ગંદકી જગ્યાના મહત્વ આબરૂ બગાડે છે છતાં નર્મદા નિગમના આધિકારી મૌન સેવી રહ્યા છે.પ્રવાસીઓને ના છૂટકે ફૂડ કોર્ટમાંથી 30 રૂપિયે પાણીનો બોટલ ખરીદવો પડે છે. પ્રવાસીઓ માટે ઠંડા પાણીના કુલરો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

X
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાંસરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App