આક્ષેપ/ / આક્ષેપ/ ભાજપની આગેવાનોને સામાન્ય ટીકીટમાં વ્યુ ગેલેરી લઇ જવાતા હોવાની બુમો ઉઠી

4,000થી વધારે કાર્યકરોની હાજરી પણ એકસપ્રેસ ટિકિટ 364 જ વેચાઇ

Divyabhaskar.com | Updated - Dec 25, 2018, 03:51 AM
The Express Ticket 364 was sold in presence of more than 4,000 activists

* તેમણે માત્ર 120ની એન્ટ્રી ટિકિટ ખરીદી છતાં સારી સુવિધા અપાઇ હોવાના આક્ષેપ

રાજપીપળા: કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવિવારે ભાજપના મહિલા મોરચાની 4,000થી વધારે આગેવાનો ઉમટી પડી હતી. આ તમામ આગેવાનોએ એકસપ્રેસ ટીકીટ લીધી હોવાનો દાવો કરાય રહયો છે પરંતુ રવિવારે માત્ર 364 એકસપ્રેસ ટીકીટનું વેચાણ થયું હોવાની વિગતો સપાટી પર આવી છે. રવિવારની રજાના દિવસે જ ભાજપના મહિલા મોરચાનો કાર્યક્રમ ગોઠવાતાં અન્ય પ્રવાસીઓને હાલાકી પડી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવિવારના 19,531 પ્રવાસીઓ નોંધાયા હતાં. જેમાં એક્સપ્રેસ ટિકિટ માત્ર 364 ટિકિટનું વેચાણ થયું હતું. રવિવારે ભાજપના મહિલા મોરચાની 4,000થી વધારે આગેવાનોને પણ સ્ટેચ્યુ જોવા લાવવામાં આવતાં અરાજકતા ફેલાય હતી.

વ્યુ ગેલેરીની ટિકિટ માત્ર 5063 ટિકિટો નોંધાઈ છે

ભાજપની આગેવાનો માટે એકસપ્રેસ ટીકીટ લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો. ટીકીટબારી પરથી મળેલી ટીકીટોની વિગતોને ધ્યાને લેવામાં આવે તો વ્યુ ગેલેરીની ટિકિટ માત્ર 5063 ટિકિટો નોંધાઈ છે. માત્ર એન્ટ્રી ટિકિટ લેનાર 12,784 પ્રવાસીઓ રવિવારે હતા એટલે આ આંકડા બતાવે છે કે ભાજપની 4000થી વધુ મહિલાઓએ માત્ર 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લીધી હતી. SOUના નિયમ પ્રમાણે 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટથી માત્ર સ્ટેચ્યુ ઓફ વોલથી ટિકિટ બારી સુધી જઈ શકાય છે. સ્ટેચ્યુ પરિસરમાં જવા માટે પણ 350 ની ટિકિટ લેવી પડે પણ આતો 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટમાં ભાજપની આગેવાનોને વ્યુ ગેલેરી સુધી લઇ જવામાં આવી હોવાના આક્ષેપો પ્રવાસીઓએ કર્યા છે.

વીવીઆઇપીના આગમન વખતે પ્રવાસીઓને તકલીફ ન પડવી જોઇએ
^ અમે 4 કલાકથી વ્યૂહ ગેલેરીમાં જવા ઉભા રહયાં હતાં. ભાજપની મહિલાઓ માટે એક લીફટ વ્યસ્ત કરી દેવામાં આવી હતી. લીફટમાં ચાર વખત ભાજપની કાર્યકરોને વ્યુ ગેલેરી સુધી લઇ જવાતી હતી અને પાંચમી વખતે અન્ય પ્રવાસીઓને બેસાડવામાં આવતાં હતાં. અમારે વ્યુ ગેલેરી સુધી જવા માટે બે કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડયું હતું. વીવીઆઇપીઓની મુલાકાત દરમિયાન સામાન્ય લોકોને તકલીફ ન પડે તેવું આયોજન કરવું જોઇએ. > વિકાસ દેશમુખ, પ્રવાસી, મુંબઇ

X
The Express Ticket 364 was sold in presence of more than 4,000 activists
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App