નર્મદા સુકી ભઠ્ઠ: શુક્લતીર્થનો મેળો માણવાં પાંચ તાલુકાનાં લોકોને 36 કિમીનો ફેરો

હોડીના બદલે મોટરમાર્ગે શુક્લતીર્થ આવવા માટે વધારે નાણા ખર્ચવા પડે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 20, 2018, 11:36 PM
Since the narmada river does not have water, the boat can not run

ભરૂચ, ઝઘડીયા: ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં કારતકી પુર્ણિમાના ભાતીગળ મેળાનો પ્રારંભ થઇ ચુકયો છે પણ આ વર્ષે આદિવાસી શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેનું કારણ છે નર્મદા નદીના ઘટી ગયેલા જળસ્તર. શુકલતીર્થની સામે કિનારે આવેલા મઢી ઘાટથી ઝઘડીયા, વાલીયા, નેત્રંગ, સાગબારા, દેડીયાપાડા સહિતના તાલુકાના આદિવાસી સમાજના લોકો શુકલતીર્થના મેળામાં મ્હાલવા માટે નાવડીમાં આવતાં હતાં. ઝઘડીયાના મઢી ઘાટ ખાતેથી તેઓ નાવડીમાં બેસીને શુકલતીર્થ ગામમાં આવતાં હતાં.

નદીમાં પાણી ન હોવાથી હોડી ચાલી શકે તેવી સ્થિતિ નથી

ઓછા ભાડામાં તેઓ સરળતાથી શુકલતીર્થના મેળામાં આવીને પરત જઇ શકતાં હતાં. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાના કારણે નદી સુકીભઠ બની છે જેના કારણે મઢીઘાટ અને શુકલતીર્થ વચ્ચે ચાલતી હોડી સેવા લગભગ બંધ થઇ ચુકી છે. રોજની માંડ એકાદ બે નાવડી ચાલી રહી છે. ઝઘડીયા વિસ્તારના લોકોને હવે મેળામાં આવવું હોય તો વાહન માર્ગે ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ આવવું પડે તેમ છે. આવામાં તેમનો ભાડા ખર્ચ વધી જાય છે.આ કારણોસર હવે શુકલતીર્થના ભાતીગળ મેળામાં આવતાં આદિવાસી શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહયો છે.

- 05 તાલુકાના લોકો નાવડીઓમાં મેળામાં આવે છે

- 10 મિનિટમાં મઢીથી શુકલતીર્થ પહોંચી જવાય છે

- 05 હજાર લોકો સરેરાશ દર વર્ષે નાવડીથી મેળામાં આવે છે

- 01 કલાક ઝઘડીયાથી શુકલતીર્થ મોટરમાર્ગે લાગતો સમય

- 36 કિમી ઝઘડીયાથી શુકલતીર્થ વચ્ચેનું અંતર

- 03 કિમી શુકલતીર્થના છેડે નદીથી ઘાટ વચ્ચેનું અંતર

- 05 દિવસ સુધી પૂર્ણિમાનો ભાતીગળ મેળો ભરાય છે

- 30 રૂપિયા હોડીમાં આપવું પડતું ભાડુ

- 50 રૂપિયા ઝઘડીયાથી શુકલતીર્થનું બસ ભાડુ

X
Since the narmada river does not have water, the boat can not run
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App