સ્પષ્ટતા/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ખાસ પ્રકારના વેલ્ડિંગથી તિરાડો જેવું લાગે છે: CEO આઈ.કે.પટેલ

Bhaskar News

Bhaskar News

Dec 02, 2018, 02:45 AM IST
Rumors of cracking down on the Statue of Unity

રાજપીપળા: કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણને એક મહિનો થયો છે ત્યારે હાલ પ્રવાસીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા ઉપર તિરાડો પડી હોવાની અફવાઓ પણ ફેલાઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હજારોની સંખ્યામાં 8 mm ની કાંસ્ય ની પ્લેટો ભેગી કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઉભી કરાઈ છે. વેલ્ડીંગ માર્યું છે તે જગ્યા પર તિરાડ પડી હોવાનો ભાસ થાય,પણ ખરેખર એ તિરાડો નથી.તિરાડો પડી હોવાની વાતો માત્ર અને માત્ર અફવા ભરેલી છે.

સ્ટેચ્યૂના સરોવરમાં રિવર્સ ટર્બાઇનની વિચારણા


સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતેના 12 કીમીના સરોવરમાં ભરેલું પાણી દુર્ગંધ મારતું થઇ જતાં તેને નદીમાં છોડી દેવું પડ્યુંં છે. જે અટકાવવા સરકાર રીવર્સ ટર્બાઇનનું વિચારી રહી છે જેમાં સરોવરમાંથી પાણી લીફટીંગ કરી ફરીથી સરદાર સરોવરમાં લઇ જવાશે અને ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન કરાશે.

X
Rumors of cracking down on the Statue of Unity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી