બેસ્ટ પોલીસ સ્ટેશન / એવોર્ડ/ રાજસ્થાનનું કાલુ દેશનું બેસ્ટ પોલીસ સ્ટેશનઃ ટોપ-10માં ગુજરાતનું એકેય નહીં

Divyabhaskar.com

Dec 20, 2018, 08:37 PM IST
National Police Conference at Kawadia has been declared the best police station in the country

* ગૃહમંત્રી રાજનાથસિંહે 'બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી'ના એવોર્ડ આપ્યા
* દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ કામગીરીના આધુનિકરણ પર મહત્તમ ભાર મુક્યો

કેવડિયાઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજથી ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ શરૂ થઈ છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજનાથસિંહે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના કાલુ પોલીસ સ્ટેશનને 'બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી'નો એવોર્ડ એનાયત કર્યો હતો. તેમણે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ કામગીરીના આધુનિકરણ પર મહત્તમ ભાર મુક્યો હતો. કાલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને SHO (સ્ટેશન હાઉસ ઓફિસર) પરમેશ્વર સુથારે આ એવોર્ડ મેળવી અને આભાર વ્યક્ત કર્યો હતો.

સાર્વત્રિક કામગીરીના આધારે એવોર્ડ માટે પસંદગી

* પોલીસ સ્ટેશનના કર્મચારીઓની વર્તણૂંક બેસ્ટ કેટેગરીના એવોર્ડ માટેનું મુખ્ય માપદંડ.
* જે-તે પોલીસ સ્ટેશનમાં ઈ-ફરિયાદ અને ઓનલાઈન સિસ્ટમના અમલીકરણ પર ભાર
* ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરવામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પણ ધ્યાનમાં લેવાયો
* પોલીસની પ્રજાજનોમાં એકંદર છબિ કેવી છે તે પણ એવોર્ડની પસંદગી માટેનું માપદંડ
* ફરિયાદ નહીં નોંધવા કરતા ગુનાખોરી ડામીને ક્રાઈમ રેટ ઘટાડવા પર પણ ભાર


બેસ્ટ પોલીસ સ્ટેશનનું ટોપ-10 રેન્કિંગ

01: કાલુ (રાજસ્થાન)
02: કેમ્બેલ બે (આંદામાન- નિકોબાર)
03: ફરક્કા (પશ્ચિમ બંગાળ)
04: નેટ્ટાપક્કમ (પુડુચેરી )
05: ગુડેરી (કર્ણાટક)
06: ચોપાલ (હિમાચલ પ્રદેશ)
07: લખેરી (રાજસ્થાન)
08: પેરિયુકુલમ (તમિલનાડુ)
09: મુન્સ્યારી (ઉત્તરાખંડ)
10: ચર્ચોરમ (ગોવા)

X
National Police Conference at Kawadia has been declared the best police station in the country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી