રાજપીપળા / નર્મદાનાં ‘નીર’ કાળા બન્યાં: તરસ છીપાવવા ખાડા ઉલેચતી ‘નાર’

નર્મદા  નદીની મુખ્ય કેનાલનાં પાણી કાળા પડી ગયા
નર્મદા નદીની મુખ્ય કેનાલનાં પાણી કાળા પડી ગયા

  • 138 ગામોને નર્મદાના પાણી મળતાં બંધ થયા
  • વૈકલ્પિક સ્રોતમાંથી લોકોને પીવાનું પાણી અપાય રહ્યું છે

Divyabhaskar.com

Feb 06, 2019, 08:45 AM IST

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનાં પાણી દૂષિત થઈ ગયાં છે. નદીની મુખ્ય કેનાલનાં પાણી કાળા પડી જતાં તકેદારીની વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં પાણી પુરવઠા યોજનાઓ બંધ કરી દેવાતા 138 ગામોને નર્મદાના પાણી મળતાં બંધ થયા છે. મોટા ભાગનાં ગામોમાં અત્યારે બોર અથવા અન્ય વૈકલ્પિક સ્રોતમાંથી લોકોને પીવાનું પાણી અપાય રહ્યું છે. દરમિયાન, ડેમથી 20 કિમીના અંતરે આવેલાં દેવલિયા અને જેતપુરના કૂવા અને બોરના પાણી ખારા હોવાથી બંને ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

પીવાના પાણીની ભારે સમસ્યા સર્જી દીધી છે

દેવલિયામાં 1500 અને જેતપુરમાં 1000થી વધારે એમ બંને ગામમાં કુલ મળી 2500 કરતાં વધારે નાગરિકો વસવાટ કરે છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે પીવાના પાણી માટે આ બંને ગામની મહિલાઓએ દરરોજ બે કિલોમીટર દૂર આવેલી મેણ નદી સુધી જવું પડે છે. જોકે, ત્યાં પણ નદીના પાણીમાં લીલ જામી ગઈ છે. પરિણામે, મહિલાઓ કિનારા પર ખાડા ખોદે છે અને તેમાંથી પીવાનું ઉલેચવાનની ફરજ પડી રહી છે. આમ ડેમના દૂષિત પાણીએ બંને ગામના નાગરિકો માટે પીવાના પાણીની ભારે સમસ્યા સર્જી દીધી છે.

X
નર્મદા  નદીની મુખ્ય કેનાલનાં પાણી કાળા પડી ગયાનર્મદા નદીની મુખ્ય કેનાલનાં પાણી કાળા પડી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી