સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજપીપળામાં બનશે એરપોર્ટ, AAIના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક

ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે

DivyaBhaskar.com | Updated - Nov 16, 2018, 12:35 PM
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજપીપળામાં બનશે એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજપીપળામાં બનશે એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક

કેવડિયાઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે બેઠક મળી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળા ખાતે એરપોર્ટ વિકસાવાશે. આ ઉપરાંત ધોલેરા ખાતે પણ એરપોર્ટ નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ માટે રાજપીપળા ખાતે એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે બેઠક મળી હતી. જેમાં રાજપીપળા અને ધોલેરા ખાતે બનાવવામાં આવનારા એરપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.

કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓની સુવિધા માટે રાજપીપળામાં 125 એકર જગ્યામાં એરપોર્ટ બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. જેથી જેટલો રનવે મળે છે એટલું એરપોર્ટ મોટું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરે તેવા પ્રયાસો રહેશે.

આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષની લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા છે. તે સંદર્ભમાં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણની કામગીરીનો આરંભ કરવામાં આવશે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે
ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક
X
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજપીપળામાં બનશે એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠકસ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજપીપળામાં બનશે એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક
ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશેધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠકએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન-CM વચ્ચે મળી બેઠક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App