Home » Daxin Gujarat » Latest News » Rajpipla » A revised rehearsal for security for the DG conference

DG કોન્ફરન્સ/ કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું: સુરક્ષા માટેનું રીહર્સલ કરાયું

Divyabhaskar.com | Updated - Dec 17, 2018, 10:21 PM

રાજ્યાંના અન્ય જિલ્લાઓ માંથી 5000 થી વધુ પોલીસ બોલાવવામાં આવશે

  • A revised rehearsal for security for the DG conference

    * 20 થી 22 નેશનલ કક્ષાની ડીજી બેઠકમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ હાજર રહેશે

    રાજપીપળા: નર્મદા જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની ડીજી કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ હાજર રહેશે. સાથે ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ, દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને ડી.જી.પી.ઓ સાથે આઈ.બી, સી.આઇ.ડી, સી.બી.આઈ અને એ.ટી.એસ સહીતની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ હાજર રહેશે. આ કાર્યક્રમની સુરક્ષાની તમામ જવાબદારીઓ રેન્જ આઈ.જી. અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના શિરે છે. તેઓએ માઈક્રો પ્લાનિંગ કરીને સમગ્ર સુરક્ષા ગોઠવી છે. આ માટે રાજ્યનું ગૃહ વિભાગ પણ સજ્જ બની તૈયારીઓમાં લાગી ગયું છે.

    100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ ટીમો બનાવવામાં આવશે

    માત્ર દોઢ મહિનામાં વડાપ્રધાન નરેદ્ર મોદી ગુજરાત અને કેવડિયામાં ફરી આવતા હોય સાથે 21 અને 22 બે દિવસ રોકવાના હોય ત્યારે સુરક્ષા માટે પણ પોલીસની જવાબદારી વધી છે. આ ડીજી કોન્ફ્રરન્સ ટેન્ટ સીટી-2 ખાતે રાખવામાં આવી છે અને તમામ મહેમાનોનાં રહેઠાણની અલગ અલગ જગ્યાઓ પર ગોઠવણી કરવામાં આવનાર છે. જેથી આ તમામની સુરક્ષાને લઈને લગભગ 100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ ટીમો બનાવવામાં આવશે જેને લઈને કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાશે.


    22 મીએ મોદી જાહેર સભા સંબોધશે

    ડીજી કોન્ફરન્સમાં 21 અને 22 બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે સાથે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવવાની હોવાથી તમામ માટે પ્રતિબંધ રહેશે, અને 22મી ડિસેમ્બરના રોજ મોદી જાહેર સભાને સંબોધી લોકસભાની ચૂંટણીના પ્રચારનાં શ્રી ગણેશ કરશે અને દેશની સુરક્ષા માટેની ખાસ જાહેરાત પણ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

    સ્ટેચ્યુ ઓફ યુનિટી પર SRP જવાનોની ખાસ પરેડનું આયોજન

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જયારે વડાપ્રધાન અને ગૃહપ્રધાન સહિતનો કાફલો મુલાકાતે આવનાર છે ત્યારે SRP જવાનો દ્વારા ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ