સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રવિવારે 24 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

Bhaskar News

Bhaskar News

Nov 12, 2018, 02:22 AM IST
24,000 tourists visited the Statue of Unity on Sunday

કેવડિયા: કેવડીયામાં રવિવારના દિવસે 24,541 પ્રવાસીઓ નોંધાયા હતાં. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ઉપરાંત વેલી ઓફ ફલાવર, નર્મદા ડેમ, ટનલ અને ટેન્ટસીટી નિહાળી હતી. ટીકીટ બારીની સંખ્યા 02થી વધારીને 10 તથા બસોની સંખ્યા 27ને બદલે 40 કરી દેવામાં આવતાં પ્રવાસીઓને રાહત સાંપડી હતી. દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધી જતાં અરાજકતા ફેલાયા બાદ એકશનમાં આવેલા તંત્રએ તાત્કાલિક અસરથી અમુક પગલાંઓ ભર્યા છે. છેલ્લા 10 દિવસથી દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં રાજપીપલા અને કેવડિયા કોલોની આવી રહ્યા છે. રવિવારે 24 હજાર જેટલાં પ્રવાસીઓ નોંધાયા હતાં. નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર આર.જી.કાનુંગોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

સોમવાર માટે ઓનલાઇન બુક થયેલી 300 ટિકિટ રદ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આજથી દર સોમવારના રોજ મેઇટેનન્સ માટે બંધ રખાશે, આથી સોમવાર માટે ઓનલાઇન બુક થયેલી 300 ટિકિટો રદ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મુકાયું ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટથી માંડીને થિયેટર, લેસર શો સતત ચાલુ રહેતા તેનું મેન્ટેનન્સ કરવું પણ જરૂરી છે તેથી સોમવારે સ્ટેચ્યુને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

-2,548 રવિવારે બસની ટિકિટો ઇસ્યૂ કરવામાં આવી

- 6,192ડેક ટિકિટનું રવિવારના રોજ વેચાણ થયું

- 15,801સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે એન્ટ્રી ટિકિટ વેચાઇ

- 15,801સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે એન્ટ્રી ટિકિટ વેચાઇ

-24,541રવિવારના રોજ કુલ પ્રવાસીઓ નોંધાયા

- 44.68લાખની આવક રવિવારના રોજ થઇ

X
24,000 tourists visited the Statue of Unity on Sunday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી