Home » Daxin Gujarat » Latest News » Narmada » કોઇપણ ટ્યુશન વિના, રીક્ષા ચાલાકના પુત્રએ 99.39 PR મેળવ્યાં | Without any tuition in the standard 10, the son of Rikshak Chalk got 99.39 PR

કોઇપણ ટ્યુશન વિના, રીક્ષા ચાલાકના પુત્રએ મેળવ્યાં 99.39 PR

Divyabhaskar.com | Updated - May 29, 2018, 12:43 AM

કોઇ પણ પ્રકારના ટ્યુશન વિના કારકીર્દીનું પ્રથમ સોપાન સર કર્યું

  • કોઇપણ ટ્યુશન વિના, રીક્ષા ચાલાકના પુત્રએ 99.39 PR મેળવ્યાં | Without any tuition in the standard 10, the son of Rikshak Chalk  got 99.39 PR
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: મન હોય તો માળવે જવાઇની ઉકતિને રાજપીપળાના રીકશાચાલકના પુત્રએ સાર્થક કરી છે. સોમવારે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં સ્વામીનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધ્રુવ પટેલે 99.39 પર્સન્ટાઇલ ગુણ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર જિલ્લામાં 5 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો છે તેમાં ધ્રુવનો પણ સમાવેશ થવા જાય છે. નર્મદા જિલ્લામાં પણ આ વખતે દર વખત કરતા કંઈક સારું પરિણામ એટલેકે 61 ટકા જેટલું આવ્યું પરંતુ આ પરિણામમાં એ 1 ગ્રેડમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓજ ઉત્તીર્ણ થયા જેમાં એક સામાન્ય કુટુંબમાંથી ધ્રુવ અમિત પટેલનો પણ સમાવેશ થાય છે. 99.39 પરસેન્ટાઈલ સાથે તે એ 1 ગ્રેડ માં પાસ થયો છે.

    સ્વામીનારાયણ વિદ્યાલયના સંચાલકોએ ધ્રુવ પટેલને સન્માનિત કર્યો

    તેણે ક્યારેય ખાનગી ટ્યૂશન ક્લાસ જોયા નથી અને માત્ર પોતાની મહેનતથી આગળ આવ્યો છે અને મહત્વની વાત એ છે કે તેના પિતા એક સામાન્ય રીક્ષા મિકેનિક અને રીક્ષા ચાલાક છે. પોતાનો પુત્ર આટલા સારા માર્ક્સ સાથે પાસ થતા પિતાનો હર્ષ સમાતો નથી. ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, ખાનગી ટ્યૂશન ની કોઈ જરૂરત નથી. જો જાત મહેનત ખંતથી કરીએ તો સારા માર્ક્સથી પાસ થવાય છે. રાજપીપળાની સ્વામિનારાયણ વિદ્યાલયમાં આ એક માત્ર એ 1 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થી છે. શાળા સંચાલક સ્વામી સિદ્ધેશ્વરજી, આચાર્ય અમિત પટેલ અને સ્ટાફ દ્વારા તેને સન્માનિત કરાયો હતો. (તસવીરો પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • કોઇપણ ટ્યુશન વિના, રીક્ષા ચાલાકના પુત્રએ 99.39 PR મેળવ્યાં | Without any tuition in the standard 10, the son of Rikshak Chalk  got 99.39 PR
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ