પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી

DivyaBhaskar.com

Nov 21, 2018, 06:09 PM IST
પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી
પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી

કેવડિયા: બહેનના બાળ લગ્નથી હતાશ થયેલો પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવો-બેટી પઢાવોનો સંદેશ લઇને સાયકલ પર ભારત ભ્રમણે નીકળ્યો છે. આજે આ યુવાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યો હતો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને અભિભૂત થઇ ગયો હતો.

પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બાગ મંડી ગામનો 25 વર્ષીય યુવાન અક્ષર ભગત પોતાની બહેનના બાળ લગ્ન થતાં જોઇને હતાશ થઇ ગયો હતો. જેથી દેશના તમામ માતા-પિતાઓને બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશો આપવા 30 હજાર કિ.મી.ની સાયકલ યાત્રાએ નીકળવાનું નક્કી કર્યું હતું. પશ્ચિમ બંગાળથી ભારત-પાક બોર્ડર પર થઈને આજે કેવડિયા કોલોની ખાતે આવી પહોંચ્યો છે. લગભગ 14,500 કિ.મી. રસ્તો આ યુવાને સાયકલ પર કાપ્યો છે અને હજુ 15000 થી વધુ બાકી છે, ત્યારે ગામે-ગામ પહોંચીને વડીલોને મળી પોતાની દીકરીના બાળ લગ્ન ના કરાવશો અને દિકરીને ભણાવો કહીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. અક્ષર ભગત શહેરો કરતા ગામમાં વધુ ફરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્ષર અભિભૂત થઇ ગયો હતો. અને વિશ્વની અજાયબી ગણાવી હતી.

અક્ષર ભગતે જણાવ્યું હતું કે આજે દીકરીની સૌથી વધુ જરૂરિયાત છે. દીકરી માની ગરજ સારે છે, મારી નાનીબહેનને અમારા રિવાજ પ્રમાણે બાળપણમાં લગ્ન કરવામાં આવ્યા હતા. નાની દીકરીને શું ખબર કે, લગ્ન શું છે. મારા આ અનુભવ પછી હું સમજ્યો કે દેશમાં ઘણી જાતિઓમાં હજુ આ દુષણ છે, એટલે મેં મન બનાવી લીધું કે, હવે આ અંગે જાગૃતિ લાવીને જ રહીશ. અને મે આ વિચાર પ્રમાણે આ સાયકલ પ્રવાસનો પ્લાન બનાવ્યો, આજે મે અડઘી યાત્રા પૂર્ણ કરી છે અને સરદારના ધામમાં આવ્યો છું. અહીંના આદિવાસી વિસ્તારોમાં પણ કંઇક અંશે જાગૃતિ આવી છે. હું ગામે ગામ ફરી બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપી રહ્યો છું, જેમાં મને સફળતા મળી રહી છે. જો દેશનું ભ્રમણ કરીને 100 માતા પિતામાં પરિવર્તન આવશે તો મારી આ યાત્રા સફળ ગણીશ.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
પશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીપશ્ચિમ બંગાળનો યુવાન બેટી બચાવોના સંદેશ સાથે નીકળ્યો છે ભારત ભ્રમણે, પહોંચ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી