Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » નર્મદા નદીમાં કરજણ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાયું | Water released from Karjhan dam in Narmada river stopped

નર્મદા નદીમાં કરજણ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાયું

Divyabhaskar.com | Updated - May 30, 2018, 12:23 AM

ચાર દિવસમાં ડેમની સપાટીમાં 0.55 મીટરનો ઘટાડો થયો : અધિક માસની પૂનમને ધ્યાને રાખી શનિવારથી પાણી છોડાતું હતું

  • નર્મદા નદીમાં કરજણ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાયું | Water released from Karjhan dam in Narmada river stopped
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: સુકીભઠ બનેલી નર્મદા નદીને જીવંત રાખવા માટે શનિવારથી કરજણ ડેમમાં છોડવામાં આવી રહેલું પાણી મંગળવારે બંધ કરવામાં આવ્યું છે. અધિક માસની પૂનમે લોકો નર્મદા મૈયામાં ડુબકી લગાવી શકે તે માટે સરકારે કરજણ ડેમમાંથી 1,110 કયુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. ચાર દિવસ સુધી કરજણ ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં 0.55 મીટરનો ઘટાડો થયો છે. હાલ કરજણ ડેમમાં 41.42 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે.

    કરજણ ડેમનો 5 નંબરનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો


    ર્મદા ડેમમાં પાણી ઓછુ હોવાથી નદીમાં માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે પરંતુ તેનાથી સુકીભઠ નદીની સ્થિતિમાં કોઇ ફરક પડયો નથી. મંગળવારે અધિક માસની પૂનમ હોવાથી નર્મદા સ્નાન માટે આવતાં શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી ન દુભાઇ તે માટે સરકારે કરજણ ડેમમાંથી નર્મદા નદીમાં 1,110 કયુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. ડેમના પાંચ નંબરના ગેટને ખોલીને પાણી કરજણ નદીમાં થઇને નર્મદામાં વહાવવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 10 વાગ્યાથી કરજણ ડેમનો પાંચ નંબરનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ચાર દિવસમાં ડેમની સપાટીમાં 0.55 મીટરનો ઘટાડો થયો છે.

    વધુ માહિતી માટે આગળ વાંચો... કરજણ ડેમની વર્તમાન સ્થિતિ

  • નર્મદા નદીમાં કરજણ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાયું | Water released from Karjhan dam in Narmada river stopped

    કરજણ ડેમની વર્તમાન સ્થિતિ

     

     

    101.90 -મીટર ડેમની હાલની સપાટી
    202.29 -એમસીએમ ડેમમાં લાઇવ સ્ટોરેજ
    41.24 -ટકા ડેમ પાણીથી ભરેલો
    85 -કયુસેક જમણા કાંઠાની કેનાલમાં છોડાતું પાણી
    350- કયુસેક હાઇડ્રો પાવર સ્ટેશનમાં વપરાતું પાણી
    175 -કયુસેક ડાબા કાંઠાની કેનાલમાં છોડાતું પાણી
     
      શનિવાર મંગળવાર ઘટાડો
    સપાટી 102.45 મીટર 101.90 મીટર 0.55 મીટર
    લાઇવ સ્ટોક 211.86 MCM 202.29 MCM 9.57 MCM
    પાણીનો જથ્થો 42.99 % 41.24 % 1.75 %
           
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending