નર્મદા ડેમ ખાતે વેલી ઓફ ફ્લાવરને ખુલ્લો મુકાયો

સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફલાવરને પ્રવાસીઓ નિહાળી શકે તથા ફોટોગ્રાફી કરી શકે તેથી વ્યુ પોઇન્ટન

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 12:43 AM
Valley of Flower Open at Narmada Dam

કેવડીયા: નર્મદા ડેમ સાઇટ નજીક આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફલાવરને પ્રવાસીઓ સારી રીતે નિહાળી શકે તથા ફોટોગ્રાફી કરી શકે તે માટે બનાવાયેલા વ્યુ પોઇન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા આકાર લઇ રહી છે. આગામી સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે વેલી ઓફ ફલાવર બનાવવામાં આવી છે જેમાં અવનવી ડીઝાઇનના ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વન વિભાગ દ્વારા એક વ્યૂહ પોઇન્ટ બનાવવામાં બનાવવા માં આવ્યો છે. જેનાથી પ્રવાસીઓ પાછળના ભાગથી સ્ટેચ્યુને જોઈ શકે અને વેલી ઓફ ફલાવરને પણ જોઈ શકે ફોટોગ્રાફી કરી શકશે.કેવડિયા રેન્જ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ હતી. જેમા માજી વન મંત્રી શબ્દ શરણ તડવી, ગરુડેશ્વર તાલુકા પ્રમુખ લલીતા તડવી, ભાજપા આગ્રણી રંજનબા ગોહિલ, આ.એફ.ઓ અનિરુધ્ધસિહ ગોહિલ, પીએસાઇ ડામોર સહિત નિગમના આધિકરીઓ અને વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

X
Valley of Flower Open at Narmada Dam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App