નર્મદામાં ભાથીજી મહારાજનો અનોખો મેળો, મહારાષ્ટ્ર-MPમાંથી આવેલા પુરૂષો સ્ત્રી વેશ ધારણ કરી પૂરી કરે છે બાધા

DivyaBhaskar.com

Nov 21, 2018, 03:26 PM IST
મહારાષ્ટ્ર-MPમાંથી આવેલા પુરૂષો સ્ત્રી વેશ ધારણ કરી પૂરી કરે છે બાધા
મહારાષ્ટ્ર-MPમાંથી આવેલા પુરૂષો સ્ત્રી વેશ ધારણ કરી પૂરી કરે છે બાધા
ભક્તો ચડાવે છે સોના-ચાંદીના ઘોડા, બે દિવસના મેળામાં ઉમટી પડશે 4 લાખથી વધુ ભક્તો
ભક્તો ચડાવે છે સોના-ચાંદીના ઘોડા, બે દિવસના મેળામાં ઉમટી પડશે 4 લાખથી વધુ ભક્તો
ભાદરવા ગામની ઉચી ટેકરી પર બિરાજમાન વીર ભાથીજી મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છે
ભાદરવા ગામની ઉચી ટેકરી પર બિરાજમાન વીર ભાથીજી મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છે

રાજપીપળા: નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાથીજી મંદિરે ભવ્ય ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ થયો છે. કાર્તિકી ચૌદસ આખીરાત પૂનમના બે દિવસોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના ખૂણે ખૂણા માંથી 4 લાખથી વધુ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મહારાષ્ટ્રના નંદુરબારથી લઇને માધ્યપ્રદેશ સુધીના લોકો એવી બાધા રાખે છે કે, પગપાળા સંઘ લઇ સ્ત્રીનું વેશ ધારણ કરીને દર્શને આવશે. જેવી બાધા પૂરી કરી કેટલાક પુરૂષો નારીનો વેશ ધારણ કરી શૃંગાર સજીને નાચ-ગાન કરતા કરતા સંઘમાં આવે છે અને જે આકર્ષણનું કેન્દ્ર બને છે. જેમનું માનવું છે કે આ બધાનો ભાગ છે અમે અમારા પરિવારની સુખ શાંતિ અને તંદુરસ્તી માંગી હોય સારૂ ધાન્ય પાકે જેવી માંગણી કરી હોય જે પૂર્ણ થતા સ્ત્રી વેશ ધારણ કરવામાં આવે છે જેનું ધાર્મિક મહત્વ છે.

ભક્તો ચડાવે છે સોના-ચાંદીના ઘોડા, બે દિવસના મેળામાં ઉમટી પડશે 4 લાખથી વધુ ભક્તો

નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામની ઉચી ટેકરી પર બિરાજમાન વીર ભાથીજી મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધાળુઓ ખરી શ્રદ્ધાથી માનતા રાખે તો જે અવશ્ય પૂરી થાય છે. જેથી આ મંદિરે દર પૂનમે લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે. વર્ષમાં કાર્તિકી પૂનમનાં રોજ ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. જે ચૌદશની રાત્રીથી શરૂ થઇ જાય છે. અને પૂનમનો આખો દિવસ મેળો ચાલે છે. જે આજે બપોરથી ભક્ત્તોની પગપાળા સંઘોનો ધસારો શરૂ થઇ જશે. વીર ભાથીજી મહારાજની માનતામાં ભક્તો જવારાનું સ્થાપન કરે છે. અને વિવિધ બાધાઓ સાથે તેમના દરબારમાં આવે છે. અને જેમની મનોકામના પૂર્ણ થતા ભેટ-સોગાતો ચઢાવે છે. જો સંતાનની માનતા હોય તો પારણુ ચઢાવે છે અને બીજી કોઈ માનતા હોય તો સોના-ચાંદીનો ઘોડો પણ ચઢાવે છે.

નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાથીજી મંદિરના મેળાને લઇને વહીવટી તંત્ર અને ભાદરવા દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ છે. મેળો આખી રાત ચાલતો હોવાથી નર્મદા પોલીસે પણ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભાદરવા અને કોયારી પંચાયત દ્વારા મેળાની દુકાનો માટે 500 જેટલા પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે.

ઘોડા ચઢાવવાની પરમ્પરા

ભાદરવા દેવ ભાથીજી મહારાજનું મંદિર હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને જ્યાં કોઇ પણ માંગણી કરો તો પૂરી થાય છે. જેથી ભક્તો દર પૂનમ ભરવા મોટી સંખ્યામા આવે છે અને અને 700થી વધુ કાગળ કામળીના ઘોડા ચઢાવે છે. કુંભાર માટીના ઘોડા ચડાવે, દરજી કપડાના અને અન્ય ભક્તો કાગળ કામળીનાં ઘોડા લોકો ચઢાવી માનતા પૂરી કરે છે અને કેટલાક ભક્તો સોના-ચાંદીના પણ ઘોડા ચડાવે છે. આમ ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં યથાયોગ્ય વસ્તુઓ ચઢાવે છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
મહારાષ્ટ્ર-MPમાંથી આવેલા પુરૂષો સ્ત્રી વેશ ધારણ કરી પૂરી કરે છે બાધામહારાષ્ટ્ર-MPમાંથી આવેલા પુરૂષો સ્ત્રી વેશ ધારણ કરી પૂરી કરે છે બાધા
ભક્તો ચડાવે છે સોના-ચાંદીના ઘોડા, બે દિવસના મેળામાં ઉમટી પડશે 4 લાખથી વધુ ભક્તોભક્તો ચડાવે છે સોના-ચાંદીના ઘોડા, બે દિવસના મેળામાં ઉમટી પડશે 4 લાખથી વધુ ભક્તો
ભાદરવા ગામની ઉચી ટેકરી પર બિરાજમાન વીર ભાથીજી મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છેભાદરવા ગામની ઉચી ટેકરી પર બિરાજમાન વીર ભાથીજી મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી