Home » Daxin Gujarat » Latest News » Narmada » નર્મદા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે યુવાનના મોત : 3ને ઇજા | Two youths dead in two incidents of accident in Narmada district: 3 injured

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે યુવાનના મોત : 3ને ઇજા

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:48 PM

અકતેશ્વર પાસે બાઇક સવાર બે મિત્રો બાઇક સાથે ખાડામાં ઉતરી ગયાં

  • નર્મદા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે યુવાનના મોત : 3ને ઇજા | Two youths dead in two incidents of accident in Narmada district: 3 injured

    રાજપીપળા, દેડીયાપાડા: નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માત થયા હતા જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતાં જયારે ત્રણ ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સરકારી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અંકતેશ્વરના બે મિત્રોની બાઇક ખાડામાં ઉતરી પડી હતી જયારે ટીંબાપાડા નજીક બાઇકને કારના ચાલકે ટકકર મારી હતી. એકતેશ્વરના બે મિત્રો નરેશ તડવી અને સંજય તડવી ગતરોજ નરેશની બાઈક લઈ તિલકવાડા વીજ કંપનીની કચેરીએ લાઈટ બિલ ભરી પરત ફરતા હતા. આલમપુરા પાસેના વળાંકમાં નરેશ તડવીએ પોતાની બાઈક સીધી સામેના ખાડામાં ઉતારી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે મિત્ર સંજયને ગંભીર ઈજાઓ થઇ હતી.

    ટીમ્બાપાડાની સીમમાં કાર ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી


    બીજો બનાવ ડેડીયાપાડા તાલુકાના ટિમ્બાપાડા ગામની સીમમાં બન્યો જેમાં ત્રણ મિત્રો જીગ્નેશ વસાવા, નીતિન વસાવા અને જૈમિન વસાવા, જીગ્નેશની બાઈક પર ડેડીયાપાડાથી ટિમ્બાપાડા તરફ જતા હતા એ સમયે પુરપાટ ધસી આવેલી એક સફેદ કલરની સ્વીફ્ટ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા જૈમિનનું મોત નિપજાવ્યું હતું. જયારે એની સાથેના અન્ય બે મિત્રો ને ગંભીર ઇજા પોહચાડી નાસી જતા જીગ્નેશ વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ