Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » Two Gates Opened Due To Increase Water Level In the Karjan Dam

કરજણ ડેમની સપાટીમાં વધારો થતાં બે ગેટ ખુલ્લા મુકાયાં, 2.20 લાખ ક્યુસેક પાણી છોડાતા પાંચ ગામને એલર્ટ કરાયાં

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 12:38 AM

સપાટી 110.02 મીટરના રૂલ લેવલને વટાવી 111.21 મીટરે પહોંચી : આઠ કલાકમાં ચાર એમસીએમ પાણી નદીમાં છોડાયું

  • Two Gates Opened Due To Increase Water Level In the Karjan Dam
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમની સપાટી 110.02 મીટરના રુલ લેવલને વટાવીને 111.12 મીટરે પહોંચી જતાં સોમવારે સવારે ડેમના બે ગેટ 40 સેમી જેટલા ખોલીને 4,441 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમ 83.87 ટકા ભરાયેલો હોવાથી તેને 108.02 મીટરની સપાટી સુધી ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાંથી સવારે 10.30થી સાંજના 6.30 વાગ્યા સુધી ચાર એમસીએમ પાણી છોડી દેવાયું હતું પરંતુ ઉપરવાસમાંથી વરસાદના પાણીની અાવક વધી જતાં ડેમની સપાટી ઘટવાને બદલે વધીને 112.28 મીટરે પહોંચી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને નદી કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.


    દેડીયાપાડા અને સાગબારામાં થઇ રહેલા વરસાદને કારણે કરજણ જળાશયમાં નવા નીર આવી રહયાં છે. સોમવારે ડેમની સપાટી 110.02 મીટરના રૂલ લેવલને વટાવીને 111.21 મીટરે પહોંચી જતાં સવારે 10.30 વાગ્યે ડેમના એક અને પાંચ નંબરના દરવાજાને 40 સેમી સુધી ખોલીને નદીમાં 4,441 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારે 10.30થી સાંજના 6.30 વાગ્યા સુધીના 8 કલાકમાં ડેમમાંથી કરજણ નદીમાં 4 એમસીએમ પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી પાણીની અાવક 5,129 કયુસેક થઇ જતાં ડેમમાંથી પાણી છોડાઇ રહયું હોવા છતાં સપાટીમાં વધારો થઇ રહયો છે. સાંજે કરજણ ડેમની સપાટી 112.28 મીટર નોંધાઇ હતી. કરજણ નદીમાં પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને પગલે રાજપીપલા શહેરસહીત ભદામ, ભચરવાડા, હજરપુરા, ધમણાચા, ધાનપોર ગામનાં લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના આપવામાં આવી છે.

    નર્મદા નદીની જળસપાટીમાં વધારો થશે


    કરજણ નદી પોઇચા પાસે નર્મદા નદીને મળે છે. અત્યારે નર્મદા ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવતું હોવાથી ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી ચોમાસામાં પણ સુકીભઠ જોવા મળી રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થશે. 15થી 16 કલાક બાદ કરજણ નદીના પાણી ભરૂચના ગોલ્ડનબ્રિજ સુધી પહોંચી જશે. ડેમ સત્તાધીશોએ ભરૂચના વહીવટીતંત્રને પણ એલર્ટ રહેવા સુચના આપી છે. (તસવીર અને અહેવાલ: પ્રવિણ પટવારી, રાજપીપળા)

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • Two Gates Opened Due To Increase Water Level In the Karjan Dam
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Two Gates Opened Due To Increase Water Level In the Karjan Dam
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending