‘મારી બેનને તું કેમ ફોન કરે છે’ કહીં- બે ભાઈઓએ યુવાનની ધોલાઈ કરી

બાલાસિનોર પરણાવેલી બહેનને ફળિયાનો યુવાન ફોન કરતા બનેવી બેનને મારે છે એમ કહી ભાઈઓએ લાકડી અને પથ્થર મારી ઇજા કરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jun 17, 2018, 06:28 PM
Two Brother Hit A Youth  With Stick And Stone In Rajpipla

રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં રહેતા ફરિયાદી જીગ્નેશ બાબુભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એના જ ગામના બે ભાઈઓ પૈકી જયેશ દિલીપ વસાવા અને અજય દિલીપ વસાવાએ શુક્રવારે જીગ્નેશ પાસે જઈ કહ્યું કે તું કેમ મારી બાલાસિનોર પરણાવેલી બહેન જયાને મોબાઈલ થી વાત કરે છે...? મારો બનેવી એને મારે છે ત્યારે જીગ્નેશે કહ્યું કે જયાબેન તમને ફોન લાગાવતા હતા પણ તમને ફોન ન લાગતા એમને મને ફોન કર્યો હતો છતાં બંને ભાઈઓએ એની વાત ન માની અને લાકડી-પથ્થર વડે જીગ્નેશને મારી ઇજા પહોંચાડી હતી. બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ થતા આમલેથા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર

X
Two Brother Hit A Youth  With Stick And Stone In Rajpipla
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App