સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દર સોમવારે કકળાટઃ આજે પણ પ્રવેશ ન મળતા પ્રવાસીઓએ મચાવ્યો હોબાળો

DivyaBhaskar.com

Nov 19, 2018, 10:09 PM IST
સરકારે યોગ્ય જાહેરાત ન કરી હોવાથી દર સોમવારે પ્રવાસીઓ અટવાય છે
સરકારે યોગ્ય જાહેરાત ન કરી હોવાથી દર સોમવારે પ્રવાસીઓ અટવાય છે
કેવડીયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી
કેવડીયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી

કેવડિયાઃ રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરી હતી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેશે તેવી કોઇ જાહેરાત સરકારે કરી નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દર સોમવારે પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચી જાય છે. અને દર સોમવારે કકળાટ થાય છે. આજે પણ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું અને

મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચી ગયા. અને પ્રવાસીઓ હોબાળો મચાવી દીધો હતો. ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને પ્રવેશ ન મળતા મચાવ્યો હોબાળો

સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. જોકે સ્ટેચ્યુ જોવા માટે આવતા પ્રવાસીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે છે. પરંતુ સરકાર દ્વારા વ્યવસ્થિત જાહેરાત ન કરવામાં આવી હોવાથી સોમવારે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચી જાય છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ન મળતા નિરાશ થઇને પરત ફરવુ પડે છે. આ ઉપરાંત પ્રવાસીઓ દુર-દુરથી આવતા હોવાથી સંચાલકો અને પોલીસ વચ્ચે બબાલ થાય છે. આજે પણ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચ્યા હતા. અને સ્ટેચ્યુ જોવા ન મળતા હોબાળો મચાવી દીધો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને પડે છે આવી હાલાકી


-કેવડીયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી
-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ્યા બાદ તેમાં પ્રવેશ મેળવવામાં એક કલાકથી વધુનો સમય લાગે છે
-ટિકિટ મેળવવા માટે જ્યાં પ્રવાસીઓ ઉભા રહે છે ત્યાં કોઇ શેડની વ્યવસ્થા નથી
-ટિકિટ મેળવ્યા બાદ લકઝરી બસમાં બેસવા માટે બે કલાક સુધી રાહ જોવી પડે છે
-વ્યૂ ગેલેરી જોવા માટે પણ કલાકો સુધી પ્રવાસીઓને રાહ જોવી પડે છે
-કેવડીયામાં હોટલો, ગેસ્ટહાઉસો જુજ હોવાથી રાત્રિ રોકાણની મુશ્કેલી ઉભી થાય છે
-સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આરામ કરવા માટે શેલ્ટરની વ્યવસ્થા નથી

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

તસવીરોઃ પ્રવિણ પટવારી, કેવડિયા

X
સરકારે યોગ્ય જાહેરાત ન કરી હોવાથી દર સોમવારે પ્રવાસીઓ અટવાય છેસરકારે યોગ્ય જાહેરાત ન કરી હોવાથી દર સોમવારે પ્રવાસીઓ અટવાય છે
કેવડીયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પુરતી જગ્યા નથીકેવડીયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી