આજે નર્મદા બંધની સપાટી 110.64 મીટરે પહોંચશે, CHPH ચાલુ કરવાની શક્યતા

નર્મદા નિગમ દ્વારા છેલ્લા 6 મહિનાથી બંધ CHPHના તમામ ટર્બાઇનોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું

Pravin Patwari

Pravin Patwari

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 05:02 PM
Today the surface of Narmada dam will reach 110.64 meters, the possibility of turning on CHPH

આજે નર્મદા બંધની સપાટી 110.64 મીટરે પહોંચશે, CHPH ચાલુ કરવાની શક્યતા.

કેવડિયા: જીવાદોરી નર્મદા ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ અવિરત વરસાદ પડતાં ડેમમાં પાણીની સપાટી 7 મીટર વધી જવા પામી છે. આજે સવારે પાણીની સપાટી 110.43 મીટર પહોંચી છે. ત્યારે હાલ ડેમ પર લાગેલા જળસંકટના ગ્રહણ દૂર થયા છે એક મહિના પહેલા ડેમમાં પાણીની સપાટી 104 મીટર સુધી પહોંચી ગઈ હતી. ગત 19 ફેબ્રુઆરીનાં રોજ પાણીનું લેવલ 110.64 મીટર થઈ જતા નર્મદા ડેમ પર રાજકારણ પણ રમાયું અને સરકારે ઇતિહાસ પ્રથમ વાર IBPT (ઇરીગેશન બાયપાસ ટનલ ) નો ઉપયોગ કરવો પડ્યો અને આજ ટનલમાંથી ગુજરાતને પીવાનું પાણી આપવવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં વરસાદ પડતા ડેમમાં નવા નીર આવતા ડેમની સપાટી 110.43 મીટર પર પહોંચી

હવે આજે આ નર્મદા ડેમમાં ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડતા ડેમમાં નવા નીર આવતા ડેમની સપાટી 110.43 મીટર પર પહોંચી છે ત્યારે આજે સાજે 110.64 મીટર થશે એટલે IBPT ટનલ બંધ કરવામાં આવશે અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ ) ચાલુ કરવામાં આવશે. જેને કારણે આજે 8 મહિનાથી બંધ પડેલ પાવર હાઉસ ચાલુ થતા સરકારને પણ વીજ ઉત્પાદન થકી લાખ્ખો રૂપિયાની આવક શરૂ થશે. જોકે સૂત્રોના જણાવ્યાં મુજબ ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં આજ પ્રકારે વરસાદ ચાલુ રહે તો 2 મહિનામાં જ પાણીની સપાટી 130 મીટર પહોંચી જશે.

X
Today the surface of Narmada dam will reach 110.64 meters, the possibility of turning on CHPH
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App