Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » Tilakavadamam receiving regular electricity for irrigation farmers ambushes

તિલકવાડામાં સિંચાઇ માટે નિયમિત વીજળી ન મળતાં ખેડૂતોનો હલ્લો

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:48 PM

કૂવા-બોરના પાણીથી ખેતી કરે છે તો લાઈટો આપતા નથી, 1 માસથી અનિયમિત લાઈટોથી ઉભો પાક સુકાતાં ખેડૂતોમાં રોષ

  • Tilakavadamam receiving regular electricity for irrigation farmers ambushes

    રાજપીપલા: તિલકવાડા તાલુકામાં ના 20 થી વધુ ગામોમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત લાઈટો આપતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો હતો. જેના પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ તિલકવાડા વીજ કંપનીની કચેરીએ જઈ હલ્લા બોલ કર્યું હતું. ઉશ્કેરાયેલા ખેડૂતોએ નિયમિત સિંચાઈ માટે લાઈટો આપવા લેખિત આવેદન આપ્યું હતું. તિલકવાડા તાલુકામાં ખેડૂતો મુખ્યત્વે રોકડીયો પાક જેવો કે કેળા, કપાસ અને પપૈયા કરે છે અને હાલ નર્મદા કેનાલના પાણી મળતા નથી સરકારે ખેતી કરવા જ હતી. પણ માત્ર ખેતી પર નિર્ભર ખેડૂતો કરે તો શુ કરે ω જેથી કૂવાનું, બોરનું પાણી વેચાતું લઈને પણ ખેતી કરે છે.


    હાલ પાક પણ તૈયાર થઇ ગયો છે ત્યારે DGVCL દ્વારા છાસવારે લાઈટો બંધ કરી દેવાય છે અને સિંચાઈ ની 8 કલાક લાઈટો આપતા નથી. ખેડૂત બિચારો લાઈટો આવશે ની રાહ જોઈ બેસી રહ્યો છે. જેમા ને જેમાં પાક સુકાવા લાગ્યો અને મોટું નુકસાન થયું હતું. જેથી આજુબાજુ ના ગ્રામજનો ભેગા થઇ ને તિલકવાળાની વીજ કચેરીએ જઈ ને હલ્લાબોલ કર્યું અને લાઈટો કેમ અનિયમિત છે બાબતે હાજર આધિકારી સાથે તું..તું..મેં...મેં. પણ થયુ, પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી, જોકે બાદમાં લેખિત આવેદન આપી વીજળીની નિયમિત માંગ કરી ખેડૂતો એ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending