Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » ચીનકુવા : બે બેડા પાણી માટે 150 ફૂટ નીચે કૂવામાં ઉતરતી મહિલાઓ | The system failed to water the population of 500 people of Chinkuva village

મોતને હાથ તાળી આપી, મહિલાઓ પાણી માટે ઉતરે છે 150 ફૂટના કૂવામાં

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 03:25 AM

ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામના 500 લોકોને પીવાનું પાણી આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું

  • ચીનકુવા : બે બેડા પાણી માટે 150 ફૂટ નીચે કૂવામાં ઉતરતી મહિલાઓ | The system failed to water the population of 500 people of Chinkuva village
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામની 500 લોકોની વસતીને પાણી આપવામાં તંત્ર નિષ્ફળ રહેતાં મહિલાઓને 150 ફૂટ ઉંડે કુવામાં ઉતરીને જીવના જોખમે પાણી ભરવાની ફરજ પડી રહી છે. કુવામાં પાણી ઓછુ હોય ત્યારે મહિલાઓને આઠ કીમી દુર મંડાણ ગામે પાણી માટે જવું પડે છે. દેશમાં ગુજરાત મોડલની વાત થઇ રહી છે પણ આદિવાસી વિસ્તારોમાં ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે. હજી કેટલાય ગામડાઅો રસ્તા, પાણી તેમજ વીજળી જેવી માળખાકીય સુવિધાઓથી વંચિત જોવા મળી રહયાં છે,

    ગામમાં નથી કોઈ પાણીની ટાંકી નથી

    અને આવું જ એક ગામ એટલે ગરૂડેશ્વર તાલુકાનું ચીનકુવા. 500 લોકોની વસતી ધરાવતા ગામમાં એક માત્ર પાણીનો સ્ત્રોત ગણાતો જૂનો 150 ફુટનો કૂવો સાવ સુકાઈ ગયો છે. મહિલાઓ નીચેં ઉતારી પાણી ભરી ગાડું ગબડાવે છે. કુવામાં પાણી ખુટે ત્યારે 8 કિમી દૂર મંડાણ ગામ સુધીનો ફેરાવો થાય છે. કાળઝાળ ગરમીમાં પાણી ની સૌથી વધુ જરૂર હોય ત્યાં પાણી નો એક સ્ત્રોત સુકાઈ જાય તો શું પરિસ્થિતિ થાય તેની કલ્પના ચીનકુવાના રહીશોની હાલત પરથી કરી શકાય છે. ગામમાં નથી કોઈ પાણીની ટાંકી કે નથી કોઈ બોર, હેન્ડ પંપ કોઈ પાઇપ લાઈન લઈને પાણી પહોંચાડવા નું પણ કામ કરવા તૈયાર નથી.

    ગામનો કૂવો સુકાઇ ગયો છે


    પહેલા કુવામાંથી ડોલ નાંખી ને પાણી ભરતા હતા હવે નિસરણી મૂકી નીચે ઉતરી ડોલ ભરવી પડે છે અને ઉપર ખેંચીને પાણી કાઢવું પડે છે. તંત્ર કોઈ સુવિધા ઉભી કરે એવી માંગ છે. - પ્રવિણ તડવી, રહેવાસી, ચીનકુવા (તસવીર પ્રવિણ પટવારી)

    વધુ માહિતી માટે આગળ વાંચો... અેક ઘડા પાણીથી દિવસ કાઢવો પડે છે

  • ચીનકુવા : બે બેડા પાણી માટે 150 ફૂટ નીચે કૂવામાં ઉતરતી મહિલાઓ | The system failed to water the population of 500 people of Chinkuva village

    અેક ઘડા પાણીથી દિવસ કાઢવો પડે છે


    અમારા ગામમાં માળખાકીય સુવિધાઓ જ નથી. સરકાર અાજદિન સુધી અમને પાણી યોજનાનો લભા આપી શકી નથી. કુવામાંથી મળતા એક ઘડા પાણીથી આખો દિવસ પસાર કરવો પડે છે. કુવો સુકાઇ રહયો હોવાથી પાણી મળશે કે કેમ તે એક સવાલ છે. - મંજુલાબેન તડવી, રહેવાસી, ચીનકુવા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending