Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » અહીં 16 વર્ષથી ભરાયેલું સરદાર સરોવર ખાલી થઈ ગયું | The Sardar Sarovar, which has been flooded for 16 years, is empty

અહીં 16 વર્ષથી ભરાયેલું સરદાર સરોવર ખાલી, 70 ફૂટથી વધારે નીચે ઉતર્યું

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:29 AM

નર્મદા ડેમ ખાલી થવા લાગતા તેની અસર સ્પષ્ટ રીતે હાંફેશ્વર ગામ પાસે જોવા મળી રહી છે.

  • અહીં 16 વર્ષથી ભરાયેલું સરદાર સરોવર ખાલી થઈ ગયું | The Sardar Sarovar, which has been flooded for 16 years, is empty
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીનું સ્તર 70 ફૂટથી વધારે નીચે ઉતર્યું

    નર્મદા: નર્મદા ડેમ ખાલી થવા લાગતા તેની અસર સ્પષ્ટ રીતે હાંફેશ્વર ગામ પાસે જોવા મળી રહી છે.નર્મદા નદીના કિનારે આવેલા હાંફેશ્વર ગામ પાસે છેલ્લા 16 થી 17 વરસમાં પહેલી વખત જ આટલો બધો કિનારો ખુલ્લો થયો છે. નદી કિનારે આવેલા કાંપમાં પણ એક થી દોઢ ફૂટ ઊંડી તિરાડો પડી છે. હાંફેશ્વર ગામે રહેતા વિકેશભાઈ જે નર્મદા નદી કિનારે હાલમાં કાચું ઝૂપડું ઉભું કરીને વેપાર કરે છે.તેમણે જણાવ્યું હતું કે પહેલા નદીના કિનારે આજુબાજુએ ડુંગરો સુધી પાણી હતું.પણ હવે આ પાણી ઘટી ગયું છે.અને એના કારણે નદી કિનારો પણ દૂર જતો રહ્યો છે.

    નર્મદા ડેમ ખાલી થતાં હાફેશ્વરમાં દેખાતી સ્પષ્ટ અસર

    આ વિસ્તારંમાંથી ડેમનું પાણી લગભગ 70 ફૂટ નીચે ઉતરી ગયું છે.અહીં એક સમયે હાંફેશ્વર ગામ હતું, હાંફેશ્વર ગામ જ્યારે વસેલું હતું ત્યારે અહીંયા કાચા ઘરો હતા. જ્યા પાણી હાલમાં દેખાય છે ત્યાં પાંચેક ફળીયા હતા.આ ફળિયામાં હાંફેશ્વર,લીમડી ફળિયું,ઝરણા,પાદર,પેન્ટ્રીયા વગેરે ફળીયા હતા.

    કાંપમાં એકથી દોઢ ફૂટ ઊંડી તીરાડો

    -105.14 મીટર નર્મદા ડેમની સપાટી

    -2100 કયૂસેક પાણીની આવક

    -2680 ક્યૂસેક પાણીની કેનાલમાં જાવક

    -2980.96 મી. ક્યૂ. મીટર પાણીનો જથ્થો

    -45 ફૂટ હાંફેશ્વર મહાદેવનું મંદિર બહાર આવ્યું

    -70 ફૂટથી વધારે પાણીનું સ્તર નીચે ઉતર્યું

    -1000 મીટર જેટલો અંદાજિત નદીનો પટ સુકાયો

    -625 કયુસેક પાણી ગોડબોલે ગેટમાંથી નદીમાં છોડાય છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, બીજી બાજુ જૂનાગઢ, સુરતમાં પાણીનો વેડફાટ....

  • અહીં 16 વર્ષથી ભરાયેલું સરદાર સરોવર ખાલી થઈ ગયું | The Sardar Sarovar, which has been flooded for 16 years, is empty
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જૂનાગઢમાં ઝાંઝરજા રોડ ગરનાળું ભરાઈ ગયું હતું

    બીજી બાજુ જૂનાગઢ, સુરતમાં પાણીનો વેડફાટ

     

    જૂનાગઢમાં પાણીનો સંપ ઉભરાઈ જતાં ઝાંઝરજા રોડ ગરનાળું ભરાઈ ગયું હતું જ્યારે સુરતમાં કચરાના વાંકે કેનાલ ઉભારઈ જતાં પરવત પાટિયા પાસે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

  • અહીં 16 વર્ષથી ભરાયેલું સરદાર સરોવર ખાલી થઈ ગયું | The Sardar Sarovar, which has been flooded for 16 years, is empty
    સુરતમાં કેનાલ ઉભારઈ જતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending