હડતાળ / 3 મહિનાથી પગાર ન મળતા વિયર ડેમના મજૂરો હડતાળ પર, કહ્યું- ગુજરાતની ભાજપ ગરીબોનું શોષણ કરે છે

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 11:33 PM
statue of Unity tribal labours did not get wages since last 3 months on strike

  • રૂપાણી સરકાર ભાનમાં આવે નહિ તો આદિવાસી સમાજ શબક શીખવાડશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતે પાણી ભરવાની યોજના માટે વિયર ડેમનું બાંધકામ
  • ડો. પ્રફુલ વસાવાએ આદિવાસી મજૂરો-કર્મચારીઓને મળી ન્યાયની ખાત્રી આપી

કેવડિયા: 3 મહિનાથી વિયર ડેમના 200 જેટલા આદિવાસી મજૂરો અને કર્મચારીઓને પગારનો એક પણ રૂપિયા ન મળતા 3 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ભાજપ નેતાઓ પાસે મજૂરોએ મદદ માંગી છતાં કોઈ ભાજપ વાળા ગરીબ મજુરોને ન્યાય અપાવવા આવ્યા નહીં. અંતે વિયર ડેમના મજૂરોએ પ્રફુલ વસાવાને જાણ કરી હતી. વસાવાએ ત્યાં પહોંચી મજુરોને ન્યાય ન મળે ત્યાં સુધી હક્ક માટે લડવાની ખાતરી આપી હતી.


ગુજરાતની ભાજપ સરકાર શોષણ કરે છે

‘ગુજરાતની ભાજપ સરકાર આમ તો વિકાસના નામે ખોટા-ખોટા વચનો આપે છે, એક બાજૂ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે જે વિયર ડેમ બનાવવામાં આવી રહ્યો છે એમાં આદિવાસી મજૂરોને છેલ્લા 3 મહિનાથી એક પણ રૂપિયો પગારનો મળ્યો નથી. ગુજરાતની ભાજપ સરકાર ગરીબ મજૂરોનું શોષણ કરી રહી છે,. ગરીબ મજૂરો પર અત્યાચાર કરી રહી છે. ઋવિક પ્રોજેક્ટ લિમિટેડ કંપની જ્યાં સુધી મજુરોને પગાર નહીં ચુકવે ત્યાં સુધી વિયર ડેમનું બાંધકામ બંધ રખાશે’: ડો. પ્રફુલ વસાવા

X
statue of Unity tribal labours did not get wages since last 3 months on strike
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App