Home » Daxin Gujarat » Latest News » Narmada » Statue of Unity-First time the face of Sardar Vallabhbhai Patel is revealed

સ્ટેચ્યૂ ઓફ યુનિટી: સરદાર પટેલનો ચહેરો પ્રથમ વખત જાહેર

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 09:47 AM

31મી ઓક્ટોબરે પીએમ મોદી કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે

  • Statue of Unity-First time the face of Sardar Vallabhbhai Patel is revealed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ​કેવડીયા: કેવડીયામાં આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ( સ્ટેચ્યુ ઓફ યુનિટી)નું 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમ મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. રવિવારે તેમણે કેવડીયાની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. દેશ અને વિદેશમાંથી આવતા રોજના 15 હજાર સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે. 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.

    સરદારનો ચહેરો તૈયાર થઈ ગયો

    - નર્મદા નદીમાં સાધુ બેટ પર બની રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂની 80 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે

    - સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો સદરાદ પટેલના ચહેરો પહેલી જ વખત જાહેર કરાયો છે

    - કોન્ક્રિટ કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે.જેમાં લગભગ 68000 મેટ્રિક ટન કોન્ક્રિટ,5700મેટ્રિક ટન જાડા પાતળા સળિયા વપરાયા છે.

    - હવે એમના શરીર પરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટનનું સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર થઇ જશે.

    દરરોજ 15 હજાર પ્રવાસી સ્ટેચ્યૂની મુલાકાત લે તેવું આયોજન

    રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંતિમ કામકાજનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે.આગામી 31મી ઓક્ટોબર 2018ના પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.દરરોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમ,નૌકાવીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે લોખંડી પુરુષ વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે.

  • Statue of Unity-First time the face of Sardar Vallabhbhai Patel is revealed
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ