Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » statue of unity constriction cm vijay rupani takes visit at kevdiya colony of narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ 80 ટકા કામ પૂર્ણ, CM નિરીક્ષણ બાદ કરશે સમીક્ષા

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 11:41 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ આ પ્રોજેક્ટનું સપનું સેવ્યું હતું

  • statue of unity constriction cm vijay rupani takes visit at kevdiya colony of narmada
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા માટે સરકારે બજેટમાં 899 કરોડ રૂપિયાની ફાળવણી

    કેવડિયા કોલોની: આજે અમદાવાદમાં પાટીદારોની શહીદ યાત્રા પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દુનિયાની સૌથી નિર્માણાધિન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લેવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલિન સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ આ પ્રોજેક્ટનું સપનું સેવ્યું હતું.


    સરદાર સરોવરની મુલાકાતે જશે રૂપાણી


    મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે બપોર બાદ નર્મદા જિલ્લામાં આવેલી ગુજરાતીની જીવાદોરી સમાન નર્મદા ડેમ સરદાર સરોવર ખાતે પહોંચશે. અહીં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કરશે. તેમની સાથે મુખ્ય સચિવ જે એન સિંઘ અને અગ્ર સચિ કે. કૈલાસનાથન પણ જશે. અહીં રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યના નિરીક્ષણ બાદ સમીક્ષા કરશે.


    2,989 કરોડ રૂપિયાનો ખર્ચ થશે


    કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા માટે સરકારે બજેટમાં 899 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આખા પ્રોજેકટ માટે 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વડાપ્રધાન 31 ઓકટોબરે પ્રતિમાનું લોકાર્પણ કરે તેવી શકયતાઓ પ્રબળ બની છે.

    નરેન્દ્ર મોદી સરદાર જયંતિએ રાષ્ટ્રને પ્રતિમા સર્મપિત કરશે


    સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી 80 ટકા પૂર્ણ થઇ ચુકી છે. કોંક્રિટની કામગીરી બાદ હવે બે તબકકામાં પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવશે. 31મી ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને સર્મપિત કરે તેવી સંભાવનાઓ છે. નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કરેલા 2018-19ના નાણાકીય બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેવડીયાની સાધુ ટેકરી ખાતે આકાર લઇ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

    આગળની સ્લાઈડ્સ વિયર કમ કોઝવે માટે 110 કરોડની ફાળવણી...

  • statue of unity constriction cm vijay rupani takes visit at kevdiya colony of narmada
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ માટે 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે

    વિયર કમ કોઝવે માટે 110 કરોડની ફાળવણી


    ભાડભુત નજીક નર્મદા નદી પર 3,400 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી વિયર કમ કોઝવે બની રહયો છે. દરિયાના ખારા પાણી નદીમાં આવતાં રોકવા માટે વિયર કમ કોઝવેનું નિર્માણ કરાશે. કોઝવેના કારણે સિક્સ લેન રસ્તો બની જતાં દહેજ અને હજીરા વચ્ચેના અંતરમાં 20 કીમીનો ઘટાડો થશે તેમજ ડેમ સાઇટથી શુકલતીર્થ સુધીના વિસ્તારમાં મીઠા પાણીનું સરોવર આકાર લેશે. રાજયના બજેટમાં વિયર કમ કોઝવે માટે 110 કરોડની ફાળવણી કરાઇ છે.

     

    આગળની સ્લાઈડ્સ  વિકાસના અનેક કામો મંજૂર થયાં છે

     

  • statue of unity constriction cm vijay rupani takes visit at kevdiya colony of narmada
    વડાપ્રધાન 31 ઓકટોબરે પ્રતિમાનું લોકાર્પણ કરે તેવી શકયતાઓ પ્રબળ

    વિકાસના અનેક કામો મંજૂર થયાં છે


     ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું તે મુજબ બજેટમાં ભરૂચ જિલ્લામાં વિકાસના અનેક કામો મંજૂર થયાં છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સુવિધા વધારવા ભંડોળની ફાળવણી કરાઇ છે. અંકલેશ્વર - રાજપીપળાને જોડતા ફોર લેન રોડ માટે પણ નાણાની જોગવાઇ બજેટમાં કરાઇ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending