Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » Sagbara of Narmada district received seven inches of rain on Saturday

સાગબારામાં 7 ઇંચ વરસાદમાં 10થી વધારે એપ્રોચ રોડ ધોવાયાં

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 12:22 AM

નાલ અને દોધનવાડી વચ્ચે રોડના બે નાળા તૂટી જતાં 5થી વધુ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતાં

  • Sagbara of Narmada district received seven inches of rain on Saturday

    રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારામાં શનિવારે ખાબકેલા સાત ઇંચ વરસાદમાં 10થી વધારે એપ્રોચ રોડ ધોવાઇ ગયા છે તેમજ બે નાળાઓ તુટી પડતા પાંચ ગામોનો સંપર્ક તુટી ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા નાળા અને રસ્તાઓ પ્રથમ વરસાદમાં ધોવાઇ જતાં કામગીરી સામે સવાલો થયાં છે. વરસાદે વિરામ લેતા તંત્રએ નુકશાનીનો કયાસ મેળવવા માટે ટીમો રવાના કરી દીધી છે. માર્ગ અને મકાન વિભાગે તુટેલા રસ્તાઓના રીપરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. સાગબારામાં શનિવારે મુશળધાર વરસાદને પગલે જંગલમાંથી વહેતી આમરાવતી નદીમાં ઘોડાપૂર આવતાં નદીના પાણી ચારે તરફ ફરી વળ્યાં હતાં. સાત ઇંચ વરસાદને પગલે 10થી વધુ એપ્રોચ રોડો અને બે બ્રીજનું ધોવાણ થતાં પાંચથી વધારે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કરોડોના ખર્ચે બનેલા આ એપ્રોચ રોડોનું પ્રથમ વરસાદે જ ધોવાણ થતા માર્ગ મકાન વિભાગની કામગીરી શંકા ઉપજાવે છે.

    કરોડોના ખર્ચે બનેલા રોડ પ્રથમ વરસાદમાં પત્તાના મહેલની માફક તુટી ગયાં


    નાલથી દોધનવાડી રોડના બે નાળા તૂટી ગયાં છે જેનાથી નાલ, દોધનવાડી સહીત 5 થી વધુ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે.નાલથી પાટલામહુ, પંજરી ઘાટના એપ્રોચ રોડનું ધોવાણ થઇ ગયું છે. પાંચ પીપરી રોડ, મહુપાડા એપ્રોચ , હલથી પાલી એપ્રોચ રોડ, પાટથી દત્તવાળા એપ્રોચ રોડનું ધોવાણ થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ એપ્રોચ રોડ માર્ગ મકાન વિભાગે કરોડોના ખર્ચે બનાવ્યા છે, ત્યારે આ વરસાદ માં ધોવાણ થતા તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. હાલ તો વહીવટીતંત્રની ટીમો વરસાદથી થયેલા નુકશાનનો કયાસ મેળવી રહી છે અને માર્ગ મકાન વિભાગની ટીમે રસ્તાઓના રીપેરિંગની કામગીરી શરૂ કરી છે.

    સાગબારાના અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની ચુકવણી

    સાગબારામાં શનિવારે મુશળધાર વરસાદને કારણે અનેક ગામોમાં તારાજી થઇ છે. સાંસદ મનસુખ વસાવા સહિત શંકર વસાવા, મનજી વસાવા સહિત આગેવાનોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. બીજી તરફ વરસાદથી બેહાલ બનેલા 18 પરિવારોને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તરફથી 36 હજારની કેશડોલ ચુકવવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending