Home » Daxin Gujarat » Latest News » Narmada » Rathyaatra is celebrated in Rajpipla with communal harmony

રાજપીપળામાં કોમી એકતાની સાથે રથયાત્રાની ઉજવણી કરાઈ

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 06:42 PM

સઘન પોલીસ બંધોબસ્ત સાથે રાજપીપલામાં શાંતિપૂર્વક રથયાત્રા સંપન્ન

  • Rathyaatra is celebrated in Rajpipla with communal harmony
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    Oરાજપીપળા: નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરમાં પણ અષાઢી બીજના દિવસે રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિરે થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 26મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાને નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય પી.ડી.વસાવા, કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ વસાવા, સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી સિધ્ધેશ્વર દાસજી મહારાજ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી કમલેશ પટેલ, ભાજપના રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડો.દર્શના દેશમુખ,બાળવિકાસ આયોગના પૂર્વ આદ્યક્ષ ભારતીબેન તડવી, રાજપીપળા પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ સપના વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.

    મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું

    સમગ્ર આયોજન એક સપ્તાહથી કરનાર રથયાત્રા સમિતિના કલ્પેશ પંડ્યા, કેતન પાઠક, કમલેશ પટેલ,પંકજ વ્યાસ, અમન સોની સહીતના આયોજકો પણ જોડાયા હતા. આ રથયાત્રા દર વર્ષની જેમ રાધાકૃષ્ણ મંદિરેથી નીકળી લાલટાવર, કાછીયાવાડ, સ્ટેસન રોડથી ફરી રાધાકૃષ્ણ મંદિરે પરત ફરી હતી. રથયાત્રા નગરયાત્રાએ નીકળી ત્યારે લાલટાવર ખાતે પહોચતા મુસ્લિમ આગેવાનોએ શુભેચ્છા પાઠવી અને રથયાત્રાનું સ્વાગત કર્યું હતું, (તસવીર- પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • Rathyaatra is celebrated in Rajpipla with communal harmony
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Rathyaatra is celebrated in Rajpipla with communal harmony
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ