રાજપીપળા: રાજપીપળાના મુળ વતની રાજ મોદીને દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે. રાજપીપળાના સામાન્ય કુટુંબમાં જન્મેલા રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી (રાજ મોદી) રાજપીપલા છોડીને આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશમાં વસ્યા હતા. શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો. પોતાની આગવી સુઝબુઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝિમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યાં હતાં.
આવતીકાલે રાજમોદી સમ્માનિત કરાશે
ગત 2018ના ઝિમ્બાબ્વે દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે) આમ જનતાની ઇચ્છાથી કદમ મૂક્યા અને વિશાળ બહુમતીએ ચૂંટાઇ આવ્યા. ત્યારબાદ ઝિમ્બાબ્વેની સરકારમાં ઝિમ્બાબ્વે દેશના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતુ સોપવામાં આવ્યું છે. રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય જેથી રાજપીપળા વણિક સમાજ દ્વારા રાજમોદીનું આવતીકાલે જાહેર સન્માન પણ કરાશે.
(તસવીર અને અહેવાલ- પ્રવીણ પટવારી, રાજપીપળા)