Home » Daxin Gujarat » Latest News » Narmada » રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં | Rajpiplas 160 Pilgrims Left For Amrnath Yatra,Family Came For Wish Them

રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:50 PM

રાજપીપળાથી યાત્રિકોમાં થયો વધારો, હજુ ત્રણ ગ્રુપ અમરનાથ જવા રવાના થશે

  • રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં | Rajpiplas 160 Pilgrims Left For Amrnath Yatra,Family Came For Wish Them
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    160 જેટલા ભક્તોનું એક ગ્રુપ બરફાની બાબાના દર્શન કરવા અમરનાથ જવા રવાના થયુ

    રાજપીપળા: વરસાદ અને આંતકવાદીઓ ના વિઘ્ન વચ્ચે પણ બમભમ ભોલેના નાદ સાથે રાજપીપળાથી 160 જેટલા ભક્તો નું એક ગ્રુપ બરફાની બાબા ના દર્શન કરવા અમરનાથ જવા રવાના થયુ. જેમને વળાવવા તેમના પરિવાર જનો પણ હરસિધ્ધિ માતાના મંદિરે ઉમટી પડ્યા હતા.


    વરસાદ અને આતંકવાદની વચ્ચે પણ યાત્રીઓની સંખ્યામાં વધારો....
    અમરનાથ યાત્રામાં ઘણી મુશ્કેલી પડે છે અને જ્યાં જવા કોઈ હિંમત ના કરે પરંતુ જે અમરનાથની યાત્રાએ ગયા છે તેમને બાબા કોઈને કોઈ રીતે મદદ કરે છે. ઇન્ડિયન આર્મી પણ યાત્રિકોને બહુ મદદ કરે છે , એટલે રાજપીપલાથી અમરનાથ યાત્રિકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે, દર વર્ષે માંડ 45થી 50 લોકો જતા હતા જે સંખ્યા વધીને 300 થી વધુ થઈ છે હાલ 157નું ગ્રુપ રવાના થયું. આવા બે થી ત્રણ ગ્રુપ જશે. જેમને શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય પી.ડી વસાવા, કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા, હાજરપુરા ઉપ સરપંચ નિકુંજ પટેલ, કુંવરપુરા સરપંચ નિરંજન વસાવા સાથે અનેક આગેવાનો હાજર રહ્યા હતા.


    મોટા ભાગના યાત્રી શિક્ષક-કર્મચારી-રાજકીય આગેવાનો
    અમરનાથ યાત્રા નો આજથી પ્રારંભ થયો છે ત્યારે પહેલું ગ્રુપ જે બાબા અમરનાથના દર્શને જઈ રહ્યાં છે, જેમાં મોટા ભાગે શિક્ષક અને કર્મચારી ગ્રુપ છે જેમાં રાજકીય આગેવાનો પણ દર્શન માટે જઈ રહ્યા છે. નાંદોદ તાલુકા પ્રમુખ જતિન વસાવા, વિપક્ષ નેતા કિરણ વસાવા, શિક્ષકોમાં કલમ વસાવા, જીગર સોની, પોલીસ કર્મીઓ પણ સાથે જવા રવાના થયા છે ત્યારે તમામ યાત્રિકોને શુભેચ્છા આપતા ધારાસભ્ય પીડીવસાવા એ જણાવ્યું હતું કે યાત્રા દરમ્યાન કોઈપણ મદદની જરૂર પડે તો તેમને સીધો સંપર્ક કરવો અને રાજપીપળા સહિત જિલ્લામાંથી અમરનાથ યાત્રિકોની સાથે સતત સંપર્કમાં રહેવાની વાત કરી હતી.

    (તસવીર- પ્રવીણ પટવારી, રાજપીપળા)

    વધુ તસવીર જોવ આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

  • રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં | Rajpiplas 160 Pilgrims Left For Amrnath Yatra,Family Came For Wish Them
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા
  • રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં | Rajpiplas 160 Pilgrims Left For Amrnath Yatra,Family Came For Wish Them
    રાજપીપળાથી યાત્રિકોમાં થયો વધારો, હજુ ત્રણ ગ્રુપ અમરનાથ જવા રવાના થશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ