તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં | Rajpiplas 160 Pilgrims Left For Amrnath Yatra,Family Came For Wish Them

રાજપીપળાના 160 યાત્રીઓ અમરનાથ જવા રવાના: પરિવારજનોએ વળાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા:  વરસાદ અને આંતકવાદીઓ ના વિઘ્ન વચ્ચે પણ બમભમ ભોલેના નાદ સાથે રાજપીપળાથી 160 જેટલા ભક્તો નું એક ગ્રુપ બરફાની બાબા ના દર્શન કરવા અમરનાથ જવા રવાના થયુ. જેમને વળાવવા તેમના પરિવાર જનો પણ હરસિધ્ધિ માતાના મંદિરે ઉમટી પડ્યા હતા.


વરસાદ અને આતંકવાદની વચ્ચે પણ યાત્રીઓની સંખ્યામાં વધારો....
અમરનાથ યાત્રામાં ઘણી મુશ્કેલી પડે છે અને જ્યાં જવા કોઈ હિંમત ના કરે પરંતુ જે અમરનાથની યાત્રાએ ગયા છે તેમને બાબા કોઈને કોઈ રીતે મદદ કરે છે. ઇન્ડિયન આર્મી પણ યાત્રિકોને બહુ મદદ કરે છે , એટલે રાજપીપલાથી અમરનાથ યાત્રિકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે, દર વર્ષે માંડ 45થી 50 લોકો જતા હતા જે સંખ્યા વધીને 300 થી વધુ થઈ છે હાલ 157નું ગ્રુપ રવાના થયું. આવા બે થી ત્રણ ગ્રુપ જશે. જેમને શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય પી.ડી વસાવા, કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા, હાજરપુરા ઉપ સરપંચ નિકુંજ પટેલ, કુંવરપુરા સરપંચ નિરંજન વસાવા સાથે અનેક આગેવાનો હાજર રહ્યા હતા.


મોટા ભાગના યાત્રી શિક્ષક-કર્મચારી-રાજકીય આગેવાનો 
અમરનાથ યાત્રા નો આજથી પ્રારંભ થયો છે ત્યારે પહેલું ગ્રુપ જે બાબા અમરનાથના દર્શને જઈ રહ્યાં છે, જેમાં મોટા ભાગે શિક્ષક અને કર્મચારી ગ્રુપ છે જેમાં રાજકીય આગેવાનો પણ દર્શન માટે જઈ રહ્યા છે. નાંદોદ તાલુકા પ્રમુખ જતિન વસાવા, વિપક્ષ નેતા કિરણ વસાવા, શિક્ષકોમાં કલમ વસાવા, જીગર સોની, પોલીસ કર્મીઓ પણ સાથે જવા રવાના થયા છે ત્યારે તમામ યાત્રિકોને શુભેચ્છા આપતા ધારાસભ્ય પીડીવસાવા એ જણાવ્યું હતું કે યાત્રા દરમ્યાન કોઈપણ મદદની જરૂર પડે તો તેમને સીધો સંપર્ક કરવો અને રાજપીપળા સહિત જિલ્લામાંથી અમરનાથ યાત્રિકોની સાથે સતત સંપર્કમાં રહેવાની વાત કરી હતી. 

 

(તસવીર- પ્રવીણ પટવારી, રાજપીપળા)

 

વધુ તસવીર જોવ આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....