Home » Daxin Gujarat » Latest News » Narmada » Rajpipla: Crocodile Attack on a 30-year-old young man on the banks of river Ashwini

રાજપીપળા: અશ્વીની નદીના કિનારે 30 વર્ષના યુવાન પર મગરે કર્યો હુંમલો

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 04:54 PM

સાથી મિત્રે બૂમરાણ મચાવી લોકો પાસે મદદ માંગી પણ કદાવર મગર પાણીમાં ગાયબ થઇ ગયો

  • Rajpipla: Crocodile Attack on a 30-year-old young man on the banks of river Ashwini

    પ્રતિકાત્મક તસવીર

    રાજપીપળા: તિલકવાડાના પીછીપુરા ગામે ચોકવનારી ઘટના સામે આવી છે જ્યાં નદીમાં ન્હાવા ગયેલા યુંવાન પર મગરે હુમલો કરતા યુંવાનનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસારતિલકવાડાના પીછીપુરા ગામે રહેતો અને મૂળ છોટાઉદેપુરના સંખેડાના કાળિયાઘોડાનો રહીશ 30 વર્ષીય અર્જુન પરસોતમ તડવી ગત રોજ મજુરી કામ અર્થે પીછીપુરાની સીમમાં ગયો હતો. ત્યાથી ઘરે આવી સાંજના છ વાગ્યાના સુમારે પીંછીપુરાગામના લાલો ઉર્ફે રાજુ કાળૂ તડવીની સાથે ગામ પાસે આવેલ અશ્વીની નદીમાં ન્હાવા માટે ગયેલ અને નદીમાં નાહતા હતા તે વખતે નદીના પાણીમાં રહેલ મગરે આ યુવાન પર હુમલો કર્યો અને મગર પકડી પાણીમાં ખેચી ગયો, જેના સાથી મિત્રે બૂમરાણ મચાવી લોકો પાસે મદદ માંગી પણ કદાવર મગર પાણીમાં ગાયબ થઇ ગયો. બીજે દિવસે અર્જુન તડવ નો મૃતદેહ મળ્યો હતો. જેને છાતીના ભાગે તથા માથામાં બચકુ ભરી ઈજાઓ કરતા તેનું મોત નિપજાવેલ. બાબતની વન વિભાગને જાણ થતા વન વિભાગે તપાસ શરૂ કરી મગરને ઝડપવા પાંજરું ગોઠવ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ