મનસુખ વસાવાને જાનથી મારી નાખવાની ધમકીઓ સામે પોલીસે સુરક્ષા પુરી પાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા: રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પતાને ફોન પર ધમકી મળી હોવાની નર્મદા જિલ્લા પોલિસ વડાને લેખિતમાં રજુઆત કરતા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશન માં અગમ્ય ઈસમો સામે ફરિયાદ નોંધી પોલીસે ફોન ડિટેઈલ્સ મંગાવી તપાસ હાથ ધરી છે, જ્યારે ધમકીને પગલે પોલીસે હથિયાર બંધી બે પોલીસ જવાન તેમના ઘરે સુરક્ષા માટે મુકવા માં આવ્યા છે. 

 

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 4 જાન્યુઆરી 18 ના રોજ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન ઝીરો વર્ષમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાંથી રબારી, ચારણ, ભરવાડ અને સિદ્દી મુસ્લિમોને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો અપાયાની રજુઆત કરી હતી. આ પ્રમાણપત્રોના આધારે તે ઓને આદિવાસીઓના અનામતની જગ્યાએ સરકારી નોકરી મળે છે.

 

આ બાબતની ઉપરોક્ત સમાજના લોકોને જાણ થતાં તેઓ મનસુખ વસાવા ને ઘરના લેન્ડલાઈન નંબર 224300 પર સતત બે દિવસથી ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે.આવા સતત ફોનથી મારા ઘરના સભ્યો  ગભરાઈ ગયા છે ત્યારે જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરતા પોલીસે તાપસ શરૂ કરી દીધી છે અને આ અજાણ્યા શકશો સામે ફરિયાદ પણ નોંધી ફોન ડિટેઈલ્સ ના આધારે તાપસ નો દોર શરૂ કરી દીધો છે. હાલ પોલીસે હથિયારધારી પોલીસ કર્મી તૈનાત કરી રક્ષણ પૂરું પડી રહી છે. 

 

રેલી મોકૂફ રખાઈ 
 

મનસુખ વસાવા ને મળેલી ધમકી ને પગલે આદિવાસી સમાજ માં રોષ ફેલાયો અને સામાજિક લડત લડતા આદિવાસી નેતા ના સમર્થન માં લોકો ઉતરી આવ્યા અને જિલ્લામાં એક પત્રિકા વહેતી થઇ અને ગામે ગામ વહેંચી વીરપોર ના સરપંચ મહેશ વસાવા અને કામોદીયાના ના સરપંચ માનસિંગ વસાવા એ આ પત્રિકાઓ છાપવી જનસમર્થન એકઠું કરી જંગી રેલી યોજી જિલ્લા કલેક્ટર ને આવેદન આપવાના હતા પરંતુ કોઈ કારણ સર  આ રેલી મોકૂફ રાખવામાં આવી હતી, જોકે જાણવા મળ્યા મુજબ હાઈ કમાન્ડ માંથી સૂચના મળી હોય કોઈ રાજકીય મુદ્દો ના બને એ માટે મોકૂફ રખાઈ હોવાનું જાણવા મળ્યું છે પણ  મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો મનસુખ વસાવા ના ઘરે ટોળે ટોળા ઉમટી પડયા હતા. 

 

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકી ની કરેલી ફરિયાદ આધારે પોલીસે સુરક્ષા બંધોબસ્ત ગોઠવી દીધો છે. બાકી ટેલિફોન ની કોલ ડિટેઈલ્સ કાઢી પોલીસે ક્યાંથી ફોન આવ્યો કોના નામે નોંધાયેલો છે જે બાબત ની તાપસ હાથ ધરી છે.     ડી.બી શુક્લ (પી.આઈ.રાજપીપલા ટાઉન )

અન્ય સમાચારો પણ છે...