રાજપીપળાની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારા યુવાન સામે ફરીયાદ

DivyaBhaskar.com

Nov 25, 2018, 07:01 PM IST
Police FIR against youth by girl in rajpipla

રાજપીપળા: રાજપીપળાની યુવતીએ ચાર વર્ષ પહેલા યુવાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળાની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારા યુવાન સામે ફરીયાદ

રાજપીપળામાં રહેતી એક 19 વર્ષીય યુવતી ચાર વર્ષ પેહલા દરબાર રોડ નજીક આવેલા એક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે જતી હતી. તારીખ 28-8-14 ની સવારે છ વાગ્યાના અરસામાં જીન કમ્પાઉન્ડમાં રહેતો પ્રકાશ નગીન રાણા નામનો યુવક તેને લઈ ક્લાસ માં મુકવા ગયો હતો. પરંતુ એ દિવસે ક્લાસ બંધ હોય યુવક તેને લઈ સરકારી ઓવરા તરફ બાઈક પર આંટો મારવા લઈ ગયો હતો અને ત્યાં ખેતરમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરાયું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી અને આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બનાવ સંદર્ભમાં યુવતીએ યુવક વિરૂધ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X
Police FIR against youth by girl in rajpipla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી